જામનગરમઃ શહેરમાં ગાયત્રી પીઠ દ્વારા કોરોના સંક્રમણના કહેરમાં વાતાવરણમાં રહેલા જીવ જંતુઓનો નાશ થાય તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે. લોકો પોતાના ઘરે જ ગાયત્રી યજ્ઞ કરી અને જીવ જંતુઓ નાશ કરી વાતાવરણમાં શુદ્ધિકરણ થાય તેવા ઉદ્દેશયથી ગાયત્રી પરિવાર દ્વારા શહેરમાં અત્યાર સુધીમાં સાત હજાર જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. હજુ બે દિવસ સુધી કીટનું વિતરણ કરવામાં આવશે.
જામનગરમાં ગાયત્રી પરિવાર દ્વારા વાતાવરણના શુદ્ધિકરણ માટે યજ્ઞકીટનું વિતરણ કરાયું
જામનગરમાં ગાયત્રી પીઠ દ્વારા કોરોના સંક્રમણના કહેરમાં વાતાવરણમાં રહેલા જીવ જંતુઓનો નાશ થાય તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે. લોકો પોતાના ઘરે જ ગાયત્રી યજ્ઞ કરી અને જીવ જંતુઓ નાશ કરી વાતાવરણમાં શુદ્ધિકરણ થાય તેવા ઉદ્દેશયથી ગાયત્રી પરિવાર દ્વારા શહેરમાં અત્યાર સુધીમાં સાત હજાર જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. હજુ બે દિવસ સુધી કીટનું વિતરણ કરવામાં આવશે.
શુદ્ધિકરણ યજ્ઞકીટ વિતરણ
આ કીટમાં ગાયનું શુદ્ધ છાણ અને હવન માટેની સામગ્રી તેમજ પત્રિકા આપવામાં આવી છે. આ પત્રિકામાં અગત્યના ગાયત્રી મંત્રો લખવામાં આવ્યા છે. જેમાં લોકો પોતાના ઘરે જ ગાયત્રી યજ્ઞ કરી અને વાતાવરણ શુદ્ધિકરણ કરે તેવા ઉદ્દેશથી આ કિટ આપવામાં આવી રહી છે. જેનો જામનગરના લોકો મોટા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે.