- જામનગર એસટી વિભાગે કર્મચારીઓનું કર્યું સન્માન
- એસ.ટીના કર્મચારીઓને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું
- 430 જેટલા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું
જામનગરઃ સમગ્ર વિશ્વમાં લોકો કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે અને લોકલ સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે બુધવારના રોજ જામનગર એસ.ટી. વિભાગ દ્વારા વર્કશોપમાં કામ કરતા કર્મચારીઓ, ડ્રાઇવર, કંડક્ટર સહિતના 430 જેટલા કર્મચારીઓને વિનામૂલ્યે માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કરવામાં આવ્યા હતા.
જામનગરમાં એસટી વિભાગનું કર્મચારીઓને અનોખું સન્માન માસ્ક અને સેનેટાઇઝર આપી કામગીરીને બિરદાવી
એસ.ટી. ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે, દર વર્ષે એસ.ટી. વિભાગના કર્મચારીઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોય છે. તે કર્મચારીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવતું હોય છે. આ પ્રોત્સાહક ઈનામ રૂપે મધ્યસ્થ કચેરી દ્વારા જે ફંડ ફાળવવામાં આવે છે.
જામનગરમાં એસટી વિભાગનું કર્મચારીઓને અનોખું સન્માન તે ફંડમાંથી કર્મચારીઓને માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને દરેક કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરી પોતે સલામત રહે અને પ્રવાસીઓને પણ સલામત રાખે તેમ અપીલ કરવામા આવી હતી.
જામનગરમાં એસટી વિભાગ દ્વારા કર્મચારીઓને માસ્ક અને સેનિટાઇઝર અપાયા