- ખિજડીયા બાયપાસ પાસેથી એક કારમાંથી પોલીસે દારૂ ઝડપ્યો
- રૂપિયા 81,600ની 204 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
- પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
જામનગરઃ જિલ્લામાં ખિજડીયા બાયપાસ પાસેથી પોલીસે એક કારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. રાજકોટથી જામનગર આવતી મોટરકારમાં વિદેશી દારૂની બોટલ હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચના તેમજ LCB પીઆઇ કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે કારમાંથી રૂપિયા 72,000ની કિંમતની 180 નંગ વિસ્કીની બોટલ, રૂપિયા 9,600ની કિંમતની 24 નંગ વોટકાની બોટલ તથા રૂપિયા 3,00,000ની કિંમતની કાર તથા રૂપિયા 20,000ની કિંમતના બે નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 4,01,600ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપ્યાં છે.
આ પણ વાંચોઃ જામનગરમાં લાલવાડીમાંથી 8.46 લાખના અંગ્રેજી દારૂ સાથે 2ની ધરપકડ