- આજ શુક્વારથી વેપારીઓએ દુકાનો ખોલી
- વેપારીએ દુકાન ખોલતાની સાથે જ છત તૂટી પડી
- છત તૂટી પડતા કોઇ જાનહાની નહીં
જામનગરઃ શહેરના ખંભાળિયા નાકા નજીકના તળાવના ઢાળિયા પર આવેલી બજરંગ ચાની હોટલ તથા નાસ્તાના ગલ્લાની છત આજે શુક્રવારે તૂટી પડી હતી. છત તૂટી પડતા કોઇ જાનહાની થઇ નથી. સદ્દનસીબે કોઈને ઈજા થઈ ન હતી. લાંબા સમય પછી આજ શુક્રવારથી જ આ બન્ને દુકાન ખોલવામાં આવી હતી અને આ બનાવ બન્યો હતો. જામનગરના વેપારીઓએ ત્રણ સપ્તાહના નિયંત્રણમાં મળેલી અંશતઃ છૂટ પછી આજે શુક્રવારથી દુકાનો ખોલી વ્યાપાર-ધંધા શરૂ કર્યાં છે. ચાની હોટલ, લારી તેમજ નાસ્તાના ગલ્લાઓ પણ શરૂ થયાં છે.
આ પણ વાંચોઃ મહેસાણામાં મકાનની છત પડતા 19 વર્ષીય યુવકનું મોત
છત હતી જર્જરતી હાલતમાં
આજે શુક્રવારની સવારે નગરના હવાઈ ચોક નજીકની એક હોટલની છત અકસ્માતે તૂટી પડી હતી. જો કે, સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. હવાઈ ચોકમાં આવેલા તળાવની પાળના ઢાળીયા પાસે આવેલી બજરંગ હોટલ તેમજ તેની બાજુમાં આવેલા નાસ્તાના ગલ્લા પર આજે શુક્રવપાર સવારે કેટલાંક ગ્રાહકો હાજર હતાં ત્યારે જ અચાનક જ હોટલ તથા તે ગલ્લાની છતનો ભાગ તૂટી ગયો હતો. જો કે, તેનો કાટમાળ જીવલેણ નિવડયો ન હતો.
આ પણ વાંચોઃ મુંબઈના બાંદ્રામાં ખાલી મકાનનો ભાગ તૂટ્યો, બચાવ કામગીરી ચાલુ
ગ્રાહકો દૂર ખસી જતા દુર્ઘટનાથી બચ્યા
છત પડતાં પહેલાં થયેલા અવાજથી સાવધાન બની ગયેલાં લોકો દૂર ખસી જતાં જાનહાની કે ઈજાનો કોઈ બનાવ બન્યો ન હતો પરંતુ થોડી ક્ષણો માટે ધૂળની ડમરી વચ્ચે લોકોમાં દોડધામ થઈ પડી હતી.