જામનગરઃ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી 8 દર્દીઓના મોત થયા છે. ત્યારે જામનગરની ખાનગી હોસ્પિટલની કેવી સ્થિતિ છે તે વિશે જાણવા ઈટીવી ભારતની ટીમે પ્રયાસ કર્યો છે. શહેરમાં ખાનગી હૉસ્પિટલમાં લગાવવામાં આવેલી ફાયર સેફટીના સાધનો તેમજ વિદ્યુત ઉપકરણ વગેરે કેવી સ્થિતિમાં છે.
અમદાવાદ અગ્નિ કાંડ બાદ જામનગરની ખાનગી હૉસ્પિટલમાં કેવી છે સુવિધા, જુઓ અહેવાલ... - કોવિડ હોસ્પિટલ
ગઈકાલે બુધવારે મોડી રાત્રે અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલાં 8 દર્દીઓના મોત થયાં છે. આ દુર્ઘટના બાદ ફરી એક વખત અમદાવાદ સહિત રાજ્યભરની હૉસ્પિટલમાં ફાયર સેફ્ટીના પ્રશ્ન ઉભા થયાં છે.
જામનગરમાં એસટી ડેપો રોડ પર આવેલી વિનસ કોવિડ હોસ્પિટલના ડોક્ટર નિકુંજ ચોવટીયાના જણાવ્યા અનુસાર વિનસ ખાનગી હોસ્પિટલમાં તમામ પ્રકારની તકેદારીના પગલાં રાખવામાં આવ્યા છે. તેમજ ફાયર સેફ્ટીના સાધનો અને શોર્ટસર્કિટના કારણે આગ ન લાગે તે માટે તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.
જામનગરમાં મહાનગર પાલિકાએ બે કોવિડ ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીઓને સારવાર આપવાની મંજૂરી આપી છે. તેમને ગાઈડ લાઈન પ્રમાણે તમામ તકેદારી રાખવાની પણ સુચના આપી છે. જેનું બંને હોસ્પિટલમાં ચુસ્તપણે અમલવારી થઇ રહી છે.