જામનગરઃ જામનગર તાલુકાના ઠેબા ગામમાંથી પણ કોરોનાના દર્દીઓ સામે આવતાજતાં હોવાથી, અને કોરોનાનું સંક્રમણ સ્થાનિક લેવલે વધી ગયું હોવાથી ઠેબા ગામમાં સ્વૈચ્છિક રીતે એક સપ્તાહ માટેના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આજે સોમવારથી આવતા રવિવાર સુધી એક સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત સરપંચ દ્વારા કરવામાં આવી છે. જામનગર શહેર-જિલ્લામાં હાલ કોરોના વાયરસનું લોકલ સંક્રમણ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે.
જામનગરના ઠેબા ગામના લોકોએ બેસાડ્યો દાખલો, કોરોનાને હરાવવા સ્વૈચ્છિક બંધ
જામનગર જિલ્લાના ઠેબા ગામમાં 10 દિવસમાં ત્રણ કોરોના કેસ પોઝિટિવ આવતાં ગામમાં કોરોના વધુ ન ફેલાય તે માટે સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરી જરૂરિયાત સિવાય તમામ વેપારધંધા અને કામ વગર ઘરની બહાર ન નીકળવાનું સ્વૈચ્છિક લૉકડાઉન લાગુ કર્યું છે.
જામનગરના ઠેબા ગામના લોકોએ બેસાડ્યો દાખલો, કોરોનાને હરાવવા સ્વૈચ્છિક બંધ
અહીના સરપંચ, સદસ્યો અને ગ્રામજનો વચ્ચે થયેલ તંદુરસ્ત વાર્તાલાપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી રવિવાર સુધી આવશ્યક ચીજ વસ્તુઓ અને મેડીકલ સિવાયની તમામ સેવાઓ પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તમામ ગ્રામજનોએ આ લોકડાઉનમાં સહકાર આપવાની ખાતરી આપી છે.