ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારતીય નૌસેનાએ બે MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટરની પ્રથમ બેચ સ્વીકારી

ભારતીય નૌસેના (indian neavy) એ 16 જુલાઇ 2021ના રોજ સેન ડિઆગો ખાતે નેવલ એર સ્ટેશન ઉત્તર આઇલેન્ડ પર યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં તેના પ્રથમ બે MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH) USની નૌસેના પાસેથી સ્વીકાર્યા હતા.

Helicopter
Helicopter

By

Published : Jul 18, 2021, 4:10 PM IST

પ્રથમ બે MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH) USની નૌસેના પાસેથી સ્વીકાર્યા

હેલિકોપ્ટરથી નેવીની તાકાતમાં વધારો થશે

ભારતીય નૌસેના (indian neavy) ને ઔપચારિક રીતે આ હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા

જામનગર:ભારતીય નૌસેના (indian neavy) એ 16 જુલાઇ 2021ના રોજ સેન ડિઆગો ખાતે નેવલ એર સ્ટેશન ઉત્તર આઇલેન્ડ પર યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં તેના પ્રથમ બે MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH) USની નૌસેના પાસેથી સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમમાં USની નૌસેના દ્વારા ભારતીય નૌસેનાને ઔપચારિક રીતે આ હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા હતા. હેલિકોપ્ટર સ્વીકાર્યા

હેલિકોપ્ટર સંબંધિત દસ્તાવેજોનું આદાનપ્રદાન પણ કરવામાં આવ્યું

USA ખાતે ભારતના રાજદ્વારી મહામહિમ તરનજિતસિંહ સંધુએ હેલિકોપ્ટર સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન US નૌસેનાના કમાન્ડર નેવલ એર ફોર્સિસ વાઇસ એડમિરલ કેનેથ વ્હાઇટસેલ અને ભારતીય નૌસેનાના ડેપ્યૂટી ચીફ ઓફ નેવલ સ્ટાફ (DCNS) વાઇસ એડમિરલ રવનીતસિંહ વચ્ચે હેલિકોપ્ટર સંબંધિત દસ્તાવેજોનું આદાનપ્રદાન પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:Covid સામેની જંગમાં જોડાઈ ભારતીય નૌસેના, વિયેતનામ અને સિંગાપુરથી લવાયો 158 મેટ્રિક ટન ઓક્સિજન

US નૌ સેના પાસેથી હેલિકોપ્ટર લેવામાં આવ્યા

USAની લોકહીટ માર્ટિન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અત્યાધુનિક એવિઓનિક્સ/સેન્સર સાથેના MH-60R હેલિકોપ્ટર તમામ પ્રકારના હવામાનમાં બહુવિધ મિશનમાં સહકાર આપી શકે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. US સરકાર ( US government )થી વિદેશી સૈન્ય વેચાણ અંતર્ગત આમાંના 24 હેલિકોપ્ટર ખરીદવામાં આવી રહ્યાં છે. આ હેલિકોપ્ટરો કેટલાક ભારતીય અનન્ય ઉપકરણો અને શસ્ત્રોની જરૂરિયાત અનુસાર સુધારવામાં પણ આવશે.

આ પણ વાંચો:નૌસેનાએ “સમુદ્ર સેતુ” ઓપરેશન અંતર્ગત ઇરાનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરી

ભારતીય નૌસેનાની ત્રિ-પરિમાણીય ક્ષમતામાં વધારે વૃદ્ધિ થશે

MRH હેલિકોપ્ટર સામેલ થવાથી ભારતીય નૌસેનાની ત્રિ-પરિમાણીય ક્ષમતામાં વધારે વૃદ્ધિ થશે. આ શક્તિશાળી હેલિકોપ્ટરો પર પ્રશિક્ષણ માટે ભારતીય ક્રૂની પ્રથમ બેચ હાલમાં USAમાં તાલીમ લઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details