ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર ચાંદી બજાર સજ્જડ બંધ, વેપારીઓએ આપ્યું ખેડૂતોને સમર્થન

દિલ્હીમાં કૃષિ કાયદાઓને લઈને ખેડૂતો છેલ્લા 12 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે મંગવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને જામનગરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જો કે જામનગરની અતિવ્યસ્ત અને મુખ્ય બજાર ગણાતી ચાંદી બજારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધને સમર્થન આપ્યું છે અને તમામ દુકાનો સોના-ચાંદીના વેપારીઓએ બંધ રાખી હતી.

By

Published : Dec 8, 2020, 4:57 PM IST

જામનગર ચાંદી બજાર સજ્જડ બંધ, વેપારીઓએ આપ્યું ખેડૂતોને સમર્થન
જામનગર ચાંદી બજાર સજ્જડ બંધ, વેપારીઓએ આપ્યું ખેડૂતોને સમર્થન

  • જામનગરમાં ચાંદી બજાર સજ્જડ બંધ
  • સોના-ચાંદીના વેપારીઓએ ખેડૂતોને આપ્યું સમર્થન
    જામનગર ચાંદી બજાર સજ્જડ બંધ, વેપારીઓએ આપ્યું ખેડૂતોને સમર્થન

જામનગર: દિલ્હીના ખેડૂતોએ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ તેમજ વિવિધ રાજકીય પક્ષોને પણ ભારત બંધને સમર્થન આપવાની અપીલ કરી છે ત્યારે જામનગરની મુખ્ય બજાર ગણાતી ચાંદી બજારમાં 1500થી 2000 જેટલી સોના-ચાંદીની દુકાન આવેલી છે. તમામ વેપારીઓ ખેડૂતોના સમર્થનમાં દુકાનો બંધ રાખી અને સારો પ્રતિસાદ આપ્યો છે.

જામનગર ચાંદી બજાર સજ્જડ બંધ, વેપારીઓએ આપ્યું ખેડૂતોને સમર્થન
દિલ્હીમાં છેલ્લા 12 દિવસથી કૃષિ વિધેયકના ત્રણ કાળા કાયદાઓ રદ કરવાની માગ સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશના વિવિધ રાજકીય પક્ષો પણ તેના સમર્થનમાં જોડાયા છે ત્યારે જામનગરના વેપારીઓએ પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details