ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના વાઇરસઃ આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત રાજ્ય હેલ્થ સોસાયટીને 50 લાખ આપ્યા

જામનગરના ધારાસભ્યો અને રાજ્ય પ્રધાનો આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોરોના સામે લડવા માટે 25-25 લાખ રૂપિયા દાન આપ્યું છે. બન્ને પ્રધાનોએ આ રૂપિયા ધારાસભ્યોને આપવામાં આવતી ગ્રાન્ટમાંથી આપ્યા છે.

ETV BHARAT
કોરોના વાઇરસઃ આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત રાજ્ય હેલ્થ સોસાયટીને 50 લાખ આપ્યા

By

Published : Apr 1, 2020, 4:35 PM IST

જામનગર: વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસ સંક્રમણની સારવાર અને તેને આગળ વધતો અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ ઉત્તમ કામગીરી થઇ રહી છે, ત્યારે આ કામગીરીમાં ધારાસભ્યો પણ સહભાગી થઈ શકે તે હેતુથી રાજ્યના કૃષિ, ગ્રામવિકાસ, વાહનવ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સામૂહિક વિકાસના કામો માટેના ફંડમાંથી ગુજરાત રાજ્ય હેલ્થ સોસાયટીને 50 લાખ રૂપિયા અર્પણ કર્યા છે.

કોરોના વાઇરસને અટકાવવા માટે સરકાર ઉપયોગી સાધનો જેવા કે, વેન્ટિલેટર, ડાયાલિસિસ સાધનો, દવાઓ, ટેસ્ટિંગના ઉપયોગી સાધનો, મેડિકલ કીટ વગેરે આ ગ્રાન્ટ થકી વસાવી શકે તે માટે બન્ને પ્રધાનો દ્વારા 25-25 લાખ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાથી ફાળવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details