જામનગરના વૉર્ડ નંબર 5માં સમસ્યા અને તેનો ઉકેલ - Local Government Election
જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ની ગણના ભાજપના ગઢ તરીકે થાય છે, કારણે કે છેલ્લા 25 વર્ષથી આ વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર ચૂંટાઈ આવે છે. જામનગર શહેરમાં અન્યની સરખામણીમાં વોર્ડ નંબર 5 માં રોડ રસ્તા તેમજ ગટરની વ્યવસ્થા સારી છે. જોકે, આ વૉર્ડમાં રખડતા ઢોરનો ત્રાસ શહેરીજનો માટે માથાના દુખાવારૂપ બની ગયો છે.
જામનગરના વૉર્ડ નંબર 5માં સમસ્યા અને તેનો ઉકેલ
By
Published : Feb 8, 2021, 3:49 PM IST
|
Updated : Feb 8, 2021, 4:35 PM IST
વોર્ડ નંબર 5 ગણાય છે ભાજપનો ગઢ
છેલ્લા 25 વર્ષથી ભાજપના કોર્પોરેટર ચૂંટાઈ આવે છે
રખડતા ઢોરની છે મુખ્ય સમસ્યાં
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આવી રહી છે, ત્યારે શહેરમાં વોર્ડ નંબર 5ની વાત કરીએ તો આ વૉર્ડ ભાજપનો ગઢ ગણાય છે, કારણે કે છેલ્લા 25 વર્ષથી આ વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર ચૂંટાઈ આવે છે. જામનગર શહેરમાં અન્યની સરખામણીમાં વોર્ડ નંબર 5 માં રોડ રસ્તા તેમજ ગટરની વ્યવસ્થા સારી છે. જોકે, આ વૉર્ડમાં રખડતા ઢોરનો ત્રાસ શહેરીજનો માટે માથાના દુખાવારૂપ બની ગયો છે.
જામનગરના વૉર્ડ નંબર 5માં સમસ્યા અને તેનો ઉકેલ
કેટલીક સોસાયટીમાં રોડ ખરાબ
સાફ સફાઈની વાત કરીએ તો આ વિસ્તારમાં મોટાભાગની સોસાયટીમાં નિયમિત પણે સાફ-સફાઈ થાય છે. જોકે, અમુક સોસાયટીમાં રોડ ખરાબ થયા છે. ખાસ કરીને વરસાદી પાણી ભરાવાના કારણે આ રસ્તા ખરાબ થયા છે.
વૉર્ડ નંબર 5
વોર્ડ નંબર 5ની મુખ્ય સમસ્યાનો ઉકેલ
વોર્ડ નંબર 5 મા રહેતા સ્થાનિકો જણાવી રહ્યા છે કે, રખડતા ઢોરનો જે ત્રાસ છે તેના ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા રણજીતસાગર ડેમ પાસે બનાવવામાં આવેલા ઢોરવાડામાં જો આ રખડતા ઢોરોને રાખવામાં આવે તો અહીંથી કાયમને માટે રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય એમ છે. આ વિસ્તારમાં અનેક વખત મહિલાઓ રખડતા ઢોરના અડફેટે ચડી છે અને મોતને પણ ભેટી છે.