ગુજરાત

gujarat

PM Modi Visit Jamnagar : PM આગમન પહેલા એરફોર્સ ગેટ પાસેથી પોલીસનો ખડેપગે પહેરો

By

Published : Apr 19, 2022, 2:40 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરની મુલાકાતને (PM Modi Visit Jamnagar) લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન આજે મંગળવારે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની (WHO Global Center for Traditional Medicine) ખાતમુહૂર્ત કરશે.

PM Modi Visit Jamnagar : PM આગમન પહેલા એરફોર્સ ગેટ પાસેથી પોલીસનો ખડેપગે પહેરો
PM Modi Visit Jamnagar : PM આગમન પહેલા એરફોર્સ ગેટ પાસેથી પોલીસનો ખડેપગે પહેરો

જામનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (PM Modi Visit Jamnagar) જામનગર પધારી રહ્યા છે. ત્યારે જામનગરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જામનગરમાં એક પોસ્ટ સ્ટેશન પર જામનગરમાં એર ફોર્સ સ્ટેશન પર તેમનું આગમન થશે. જેને લઇ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આયુષ મંત્રાલય દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિન સેન્ટરની (WHO Global Center for Traditional Medicine) સ્થાપના થવા જઈ રહી છે.

આ પણ વાંચો :PM Modi Visit Jamnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવે તેવી શક્યતા, ક્યારે અને શા માટે આવશે તે જાણો

પોલીસનો ખડેપગે પહેરો -ગઈકાલે SPG દ્વારા વડાપ્રધાનના રૂટ (PM Modi Program in Jamnagar) પર કોનવે પણ નીકળવામાં આવ્યો હતો. તો આજે એરફોર્સ ગેટથી સર્કિટ હાઉસ સુધી તમામ જગ્યાએ પોલીસ ખડેપગે પહેરો કરતી જોવા મળી રહી છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની પોલીસ વડાપ્રધાનના બંદોબસ્ત ફાળવવામાં આવી છે. એરફોર્સ ગેટ થી મહાકાળી સર્કલ અને દિગ્જામ સર્કલ ખોડીયાર કોલોની સાત રસ્તા વગેરે પર વડાપ્રધાન (PM Modi Road Show in Jamnagar) રોડ શો યોજશે. આ ઉપરાંત વડાપ્રધાન જામનગરમાં દેશી ભોજન કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો :PM Modi Visit in Jamnagar : 19 એપ્રિલે પીએમ મોદી જામનગરમાં ઔષધીય દવાઓના રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે

આ પહેલા 2020માં આવ્યા હતા PM મોદી- વડાપ્રધાને આ અગાઉ 13 મી નવેમ્બર 2020 એ જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરીને ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે એક ભેટ આપી હતી. હવે આ WHO GCTM ની વધુ એક નવતર ભેટ (PM Modi Visit Jamnagar 2022) દ્વારા વડાપ્રધાને જન આરોગ્ય સુખાકારી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરતાની નવી દિશા ખોલી આપી છે.

ABOUT THE AUTHOR

...view details