ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે જામનગરની 8 યુવા મહિલા ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં બતાવશે જલવો

પુરુષ ક્રિકેટરો ભારતીય ટીમમાં સ્થાન મેળવી રમી રહ્યા છે, ત્યારે મહિલાઓ પણ આગળ આવી રહી છે. જામનગરના અજીતસિંહ પેવેલિયનમાં અનેક યુવા ક્રિકેટરો સાથે મહિલા ક્રિકેટરો પણ ટ્રેનિંગ લઈ રહી છે, ત્યારે આ ટ્રેનીંગ લઇ રહેલી આઠ જેટલી યુવા મહિલા ખેલાડીઓની ટીમને સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મળ્યું છે.

8 યુવા મહિલા ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં બતાવશે જલવો
8 યુવા મહિલા ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં બતાવશે જલવો

By

Published : Aug 22, 2021, 5:39 PM IST

  • પ્રથમ વખત સૌરાષ્ટ્રની ટીમમાં એક સાથે આઠ મહિલા ક્રિકેટરોને થઈ પસંદગી
  • અજીતસિંહ પેવેલિયનમાં અનેક યુવા ક્રિકેટરો ટ્રેનિંગ લઈ રહ્યા છે
  • જામનગરમાં યુવતીઓનો છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ પર ક્રેઝ જોવા મળી રહ્યો છે

જામનગર: શહેરને ક્રિકેટનું મક્કા કહેવામાં આવે છે. જામ રણજીતસિંહથી લઈને હાલના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સુધીના બેસ્ટ ક્રિકેટરો જામનગરે ભારતીય ટીમને આપ્યા છે. જો કે, અત્યાર સુધી જામનગરમાં પુરુષ ક્રિકેટરો ભારતીય ટીમમાં સ્થાન મેળવી અને રમી રહ્યા હતા, ત્યારે મહિલાઓ પણ આગળ આવી રહી છે.

આ પણ વાંચો- નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ આપતા ગુજરાતના સૌપ્રથમ મહિલા ક્રિકેટર, જુઓ વિશેષ અહેવાલ

કેપ્ટન તરીકે રિદ્ધિ રૂપારેલની નિમણૂક કરવામાં આવી

જામનગરની આઠ જેટલી યુવા મહિલા ખેલાડીઓની સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મળ્યું છે. જેમાં કેપ્ટન તરીકે પણ જામનગરની વિકેટ કીપર અને બેટ્સમેન રિદ્ધિ રૂપારેલની નિમણૂક કરવામાં આવી છે.

8 યુવા મહિલા ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં બતાવશે જલવો

સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં જ જામનગરનો દબદબો

જામનગર શહેર મધ્યે આવેલા અજીતસિંહ પેવેલિયનમાં અનેક યુવા ક્રિકેટરો ટ્રેનિંગ લઈ રહ્યા છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે. ખાસ કરીને જામનગરમાં યુવતીઓનો છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ પર ક્રેઝ જોવા મળી રહ્યો છે. છેલ્લા નવ દસ વર્ષથી જામનગરના ક્રિકેટ બંગલા ખાતે યુવતીઓ ક્રિકેટનું કોચિંગ લઈ રહી છે અને હવે રણજી ટ્રોફી સુધીની મેચમાં રમવા માટે કાબીલ બની છે.

આ પણ વાંચો- કોવિડ-19: 16 વર્ષની મહિલા ક્રિકેટર રિચા ઘોષે 1 લાખનું દાન આપ્યું

જામનગરની રીધી રૂપલને સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનું સુકાની

જામનગરની યુવા પ્રતિભા ખેલાડી રૂપારેલની સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રિદ્ધિ બાંગ્લાદેશના પ્રવાસે પણ ગઈ હતી અને ત્યાં પણ બેસ્ટ પર્ફોમન્સ કર્યું હતું, ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટનું સુકાની મળતા રિદ્ધિ ફરી નવું કીર્તિમાન સ્થાપિત કરે તેવી શક્યતા છે અને જામનગરનું ગૌરવ વધારે તેવી લોકો આશા સેવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details