- વિશ્વ નર્સિગ ડે પર જ નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ
- જામનગરમાં 400 જેટલા નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ
- કોવિડ અને નોન કોવિડ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ
જામનગર : રાજ્ય સરકાર દ્વારા નર્સિગની માંગણી ન સંતોષાતા યુનાઇટેડ નર્સિગ ફોરમ જામનગર દ્વારા આજે બુધવારે એક દિવસ કાળીપટ્ટી ધારણ કરી દર્દીની સેવા ન ખોરવાય તે રીતે વિરોધ વ્યક્ત કરવામા આવ્યો હતો. તેમજ તારીખ 17 સુધી કાળીપટ્ટી ધારણ કરી ફરજો યથાવત્ રાખવામા આવશે. તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તારીખ 18ના રોજ ફરજોનો બહિષ્કાર કરી એક દિવસ માટે પ્રતીક હડતાળ કરાશે.
આ પણ વાંચો : જામનગરમાં કોરોના વચ્ચે પણ નાઘેડી ગામે આરોગ્ય કેન્દ્રમાં અલીગઢી તાળુ
માગ નહીં સ્વીકારાય તો આગામી 18મી તારીખથી તમામ કામગીરીથી અળગા રહેવાનો કર્યો નિર્ણય
યુનાઇટેડ નર્સિસ ફોરમ જામનગરના પ્રમુખ ધીરજ મેકવાન તથા સેક્રેટરી ટ્વિન્કલ ગોહેલ દ્વારા ગ્રેડ પે રૂપિયા 4,200 અને ખાસ ભથ્થાઓ અને રૂપિયા 9,600 પ્રતિ માસ ચૂકવાય, નર્સિગની આઉટ સોર્સિગ ભરતી બંધ કરી રૂપિયા 35,000 પ્રતિમાસ પગાર ચૂકવાય, નર્સિગને બેઝ ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની માફક 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર આપવામાં આવે, રાજ્યમાં નર્સિગની લગભગ 4,000 જેટલી ખાલી જગ્યા તાત્કાલિક ભરવા, છેલ્લા એક વર્ષથી આજ દિવસ સુધી ન મળેલી રજાઓનું વળતર આપવા, છેલ્લા બે વર્ષથી અટકેલી બઢતી અને બદલી તાત્કાલિક ધોરણે કરવા, કેન્દ્રના ધોરણે નોમન પ્લેયર, વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 14 હોસ્પિટલ હોલિ- ડે, ઉચ્ચ અભ્યાસ અર્થે પ્રતિ નિયુક્તી તેમજ CHC અને PHC પર ફરજ બજાવતાં નર્સિસનું શોષણ બંધ થાય તેવી વિવિધ પડતર રજૂઆતોની માંગણી કરવામાં આવી છે.
જામનગરમાં 400 જેટલા નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ આ પણ વાંચો :મ્યુકોમાઈક્રોસિસની સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે 74 બેડની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ
નર્સિંગ સ્ટાફ જીવના જોખમે નિભાવી રહ્યો છે ડ્યૂટી
યુનાઇટેડ નર્સિસ ફોરમ ગુજરાત દ્વારા નર્સની પડતર માંગણીઓને લઇ આગામી તારીખ 18 મેથી હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોરોના મહામારીમાં પણ છેલ્લા બે વર્ષથી જીવના જોખમે નર્સ ફરજ બજાવતી હોવાથી સરકારને અનેક વખત રજૂઆતો છતાં કોઇ ઉકેલ આવ્યો ન હોવાથી રોષ જોવા મળી રહ્યો છે.