જામનગરઃ શહેરના ચાંદીબજાર ખાતે આવેલા જૈન દેરાસરો સહિતના તમામ દેરાસરોમાં બુધવારના રોજ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ નિમિત્તે જૈન સમુદાયના લોકો દર્શનાર્થે પહોંચ્યા હતા. પૂજા, સેવા, ભાવના તેમજ વ્યાખ્યાન કરવામાં આવ્યા હતા. જો કે, કોરોનાના કારણે મોટા ઉત્સવો મોકૂફ રાખવામાં આવ્યા છે. પરંતુ ભગવાન મહાવીર સ્વામીના 14 સ્વપ્નના જન્મ વાંચનની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની સાદગીથી ઉજવણી કરાઈ - સોશિયલ ડિસ્ટન્સ
જામનગરમાં જૈન સમાજનો પર્વાધિરાજ પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે. ત્યારે ખાસ કરીને કોરોનાના કારણે જૈન સમાજ દ્વારા દર વર્ષે યોજાતા પરંપરાગત અને ધાર્મિક ઉત્સવો મોકૂફ રાખી કોરોનાની તકેદારી સાથે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની સાદગીથી ઊજવણી કરવામાં આવી છે.
મહાવીર જયંતીની ઊજવણી
આ ઉપરાંત તમામ ભક્તજનોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની તકેદારી સાથે ભગવાન મહાવીર સ્વામીના દર્શન કર્યા હતા અને ખૂબ જ સાદગીથી જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક એટલે કે, મહાવીર જયંતીની ઊજવણી કરવામાં આવી હતી.