ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં પુષ્પા પાર્કમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન - problem of sewers in Jamnagar

જામનગર જિલ્લાના પુષ્પા પાર્કમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા ઉભી થઈ છે. જેનાથી પરેશાન સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી છે.

Gujarat News
Gujarat News

By

Published : May 23, 2021, 3:29 PM IST

  • જામનગરના પુષ્પા પાર્કમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન
  • ઉભરાતી ગટરો સ્થાનિકો માટે બની માથાનો દુખાવો
  • તંત્રને પગલાં લેવા રજૂઆત કરાઈ

જામનગર : જિલ્લામાં પુષ્પા પાર્ક 3 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરોની સાફ સફાઈ કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પુષ્પા પાર્ક સોસાયટીના રહીશોએ અનેક રજૂઆત કરવા છતાં મનપા દ્વારા આ ગટરની પાઇપ લાઇન રીપેર કરી નથી. જેના કારણે અવારનવાર ગટરો ઉભરાતી જોવા મળે છે.

જામનગર

આ પણ વાંચો : વડોદરા શહેરમાં ગટરોની સમસ્યાને લઇને રહીશો ત્રાહિમામ

પુષ્પા પાર્ક ગટરો સમયસર સાફ કરવામાં આવતી નથી

જામનગર

જામનગરમાં અનેક સોસાયટીઓમાં હજી સુધી પીવાનું પાણી પણ મળતું નથી. તો અમુક સોસાયટીઓમાં સમયસર ગટર સાફ કરવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાઇ રહ્યા છે. જોકે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સમયસર ગટરની સફાઇ ન કરતા હોવાના કારણે ગટરમાં ગંદા પાણી રોકાઈ જાય છે. જેના કારણે ગંદકી ફેલાય છે અને નાના બાળકો રોગચાળાનો ભોગ બને તેવી પણ શક્યતા છે. આખરે મહાનગરપાલિકા તંત્ર જાગેને આ પાઈપલાઈન વહેલી તકે રીપેર કરે એવી સોસાયટીના નગરજનો વિનંતી કરી રહ્યા છે.

જામનગર

ABOUT THE AUTHOR

...view details