વિદેશમાં વસતા લોકો પણ જામનગરના પાન મંગાવે છે. દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે જામનગર વહીવટીતંત્ર દ્વારા મતદાન માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે અવનવા પ્રયોગો કરવામાં આવ્યા છે. રોટેક્ટ ક્લબ ઑફ ઇમેજીકા યુથ જામનગર દ્વારા તાજેતરમાં આવી રહેલી ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ કરાયો છે.
મતદાન જાગૃતિ માટે મફત પાન વિતરણનો અભિયાન આ ક્લબના એક મેમ્બર વિવેક ચાંદ્રાની જવાહર પાનની દુકાન છે. તેમના પાન ઓનલાઈન પણ ઘરે ઘરે સુધી ડિલીવર કરવામાં આવે છે. આથી તેમણે મતદાન જાગૃતિના લખાણો સાથેના પાનના પેકિંગ કરીને વેચાણ શરૂ કર્યુ છે.
જેથી લોકોમાં પાન ખાવાની મજા સાથે સાથે મતદાનની જરૂરિયાતને પણ ગંભીરતાથી ધ્યાનમાં લે. આ લખાણ ફક્ત તમાકુ વગરના પાન ઉપર જ લખવામાં આવ્યા છે. આ નવા વિચારને રોટરેક્ટ ક્લબ ઑફ ઇમેજીકા યુથના પ્રેસિડેન્ટ નિશ્ચય ભટ્ટે તેમના સાથી મેમ્બરો સાથે મળીને અમલમાં મુક્યા છે. તો જામનગરવાસીઓને મતદાન કરવા માટે જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.
જવાહર પાનની દુકાને આવતા ગ્રાહકોને મફતમા પાન ખવડાવી મતદાન કરજો તેઓ આગ્રહ પણ કરવામાં આવે છે. જો કે ગ્રાહકો પણ જવાહર પાન દ્વારા કરવામાં આવતી સલાહને માની રહ્યા છે.