ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર LCBના ત્રણ કર્મચારીઓ સામે નોંધાયો ગુનો

જામનગરમાં એક યુવાનને ગોંધી રાખી, માર મારવાના તથા ઇલેકટ્રીક શોક આપવાના મામલામાં જામનગર પોલીસના 1 પૂર્વકર્મી અને હાલના 2 કર્મીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે અને તપાસનો આદેશ થયો છે.

જામનગર LCBના ત્રણ કર્મચારીઓ સામે નોંધાયો ગુનો
જામનગર LCBના ત્રણ કર્મચારીઓ સામે નોંધાયો ગુનો

By

Published : Apr 7, 2021, 2:13 PM IST

  • જામનગર એલસીબીના કર્મચારીઓ સામે કાર્યવાહી
  • યુવકને ગોંધી રાખી માર મારવાનો આક્ષેપ
  • ફરિયાદ પાછી ખેંચવા મામલે યુવકને માર્યો હતો માર

    જામનગરઃ જામનગરના રણજીતસાગર રોડ પર પ્રણામીનગર ખાતે રહેતાં મહાવીરસિંહ દેવાજી જાડેજાને 2018ની 29મી ઓગસ્ટે સાંજે પાંચ વાગ્યાની આસપાસ એલસીબીના તત્કાલીન એએસઆઇ વશરામ આહીર તથા બે પોલીસ કોન્સ્ટેબલ કમલેશ રબારી અને મીતેશ પટેલ કારમાં બેસાડી એલસીબી ઓફિસે લઇ ગયાં હતાં એવું જાહેર થયું છે. બાદમાં આ પોલીસકર્મીઓએ મહાવીરસિંહના સાળા જયરાજસિંહ સોઢાએ કરેલી પોલીસ વિરૂદ્ધની ફરિયાદ પાછી ખેંચવાનું કહી માર માર્યો હતો અને ઇલેકટ્રીક શોક આપ્યાં હતાં તે પ્રકારની રજૂઆત થઇ છે. 31મી ઓગસ્ટે મહાવીરસિંહ જામીન પર છૂટ્યાં થયા ત્યારે તેમને ધમકી આપવામાં આવી હતી. આ પ્રકારની ફરિયાદ જે-તે સમયે જામનગરની અદાલતમાં કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ ધ્રોલ મર્ડર કેસના મુખ્ય સૂત્રધાર રોહિતને LCBએ ઉત્તર પ્રદેશથી દબોચી લીધો

જજે ત્રણ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવા કર્યો આદેશ

આ ફરિયાદના અનુસંધાને આગળની કાર્યવાહી કરતાં અદાલતે જવાબદાર પોલીસકર્મીઓ વિરૂદ્ધ ગુનો નોંધવાનો આદેશ કર્યો છે. જેને પગલે સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સિટી એ ડિવિઝનના પીઆઇ એમ. જે. જલુએ જણાવ્યું હતું કે અદાલતના આદેશ પ્રમાણે સીઆરપીસી 154 મુજબ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details