- ચૂંટણી બાદ બહુમતીથી જીતેલી ભાજપના પ્રમુખે જાહેર કર્યું બજેટ
- બજેટમાં ગ્રામ્ય વિસ્તારોની તમામ જરૂરિયાતોને આવરી લેવામાં આવી
- ખેતી માટે ચેકડેમોના રિનોવેશનને અપાયું પ્રાધાન્ય
જામનગર: તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા પ્રમુખ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 208.97 કરોડના બજેટમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના વિવિધ કામોને પ્રાધાન્ય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સિંચાઈ માટે પાણીના સ્તર ઉંચા આવે તે માટે ચેકડેમોનું રિનોવેશન કરવાની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે.