ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર આમ આદમી પાર્ટીના નવનિયુક્ત શહેર પ્રમુખે Etv ભારત સાથે કરી ખાસ વાતચિત - Congress

આમ આદમી પાર્ટી રાજ્યમાં ધીરે ધીરે પોતાનો વ્યાપ વધારી રહી છે. આજે જામનગરમાં શહેર પ્રમુખ તરીકે કરસન કરમુરની વરણી કરી છે.

XX
જામનગર આમ આદમી પાર્ટીના નવનિયુક્ત શહેર પ્રમુખે Etv ભારત સાથે કરી ખાસ વાતચિત

By

Published : Jun 5, 2021, 1:52 PM IST

  • રાજ્યમાં ધીરે-ધીરે વધારી રહી છે આમ આદમી પાર્ટી વ્યાપ
  • જામનગરમાં શહેર પ્રમુખની કરવામાં આવી વરણી
  • કોરોના કાળમાં આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રિય

જામનગર: સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી સક્રિય બની છે. સુરત મહાનગરપાલિકામાં વિપક્ષની ભૂમિકામાં રહેલા આમ આદમી પાર્ટી અન્ય જિલ્લામાં પણ સક્રિય બની છે ખાસ કરીને કોરોના કાળ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો એ સારી કામગીરી કરી છે.

શહેર પ્રમુખની નિમણુંક

જામનગરમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની આજરોજ નિમણૂક કરવામાં આવી છે. જેમાં શહેર પ્રમુખ તરીકે આહિર સમાજના અગ્રણી કરસન ભાઈ કરમુર નિયુક્તિ કરાઇ છે તો ઉપપ્રમુખ તરીકે આશિષભાઈ કંટારીયાની નિમણૂક કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે બન્ને નેતાઓ ભાજપમાં વર્ષોથી જોડાયેલા હતા અને ભાજપમાંથી રાજીનામા આપ્યા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

જામનગર આમ આદમી પાર્ટીના નવનિયુક્ત શહેર પ્રમુખે Etv ભારત સાથે કરી ખાસ વાતચિત

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીમાં વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે પ્રતિમાબેન પટેલની નિમણૂક કરવામાં આવી

વિપક્ષની ભુમિકા ભજવશે

આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકા જામનગર શહેરમાં ભજવશે અને મોંઘવારી તેમજ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વગેરે બાબતે આગામી દિવસોમાં ઉગ્ર ગ્રહ આંદોલન કરે તેવી શહેર પ્રમુખ જાહેરાત પણ કરી છે.

કોંગ્રેસ નિષ્ક્રય

જામનગર શહેરમાં એક બાજુ કોંગ્રેસ પાર્ટી નિષ્ક્રિય જોવા મળી રહી છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટી નાખ સક્રિય કાર્યકર્તાઓ તમામ વોર્ડમાં કોરોના કાળ દરમિયાન ઉમદા કામગીરી પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં સ્થાનિકોની રજૂઆત ન સાંભળતા AAPના કાર્યકર્તાઓએ ખાડીની સફાઈ કરી


Etv ભારત સાથે આગામી રણનીતિ વિશે કરી વાત

Etv ભારત સાથે વાત કરતા નવનિયુક્ત પ્રમુખ કરસન કરમુર એ જણાવ્યું કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી એક રણનીતિ સાથે શહેર તેમજ જિલ્લામાં કામગીરી કરશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો પણ ઊભા રાખશે અને ભાજપને વળતો જવાબ પણ આપશે.

ABOUT THE AUTHOR

...view details