- જામનગર પોલીસ દ્વારા સઘન ચેકિંગ
- ચેક પોસ્ટ પર કડક પહેરો
- ઘણા વેપારીઓની સામે દંડાત્મક કાર્યવાહી
જામનગર: કોરોનાના વધતા કેસને લઈને રાજ્યમાં મીની લોકડાઉન આવ્યું છે અને રાત્રે કરફ્યૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ અનેક શખ્સો બહાનાબાજી કરી અને રાત્રીના સમયે બહાર નીકળતાં હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. જેને હિસાબે જામનગર પોલીસે રાત્રિના ચેકિંગ હાથ ધર્યું છે અને કામ વિના ઘરની બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર પોલીસ દ્વારા સઘન ચેકિંગ આ પણ વાંચો:રાજ્યના નિયંત્રીત શહેરોની સુચીમાં મોડાસાનો સમાવેશ, પોલીસે રાત્રી કરફ્યૂની અમલવારી કરાવી
રાત્રે નીકળતા શખ્સો સામે લેવાઈ રહ્યા છે પગલાં
શહેરમાં આવેલી તમામ ચેકપોસ્ટ પર પોલીસ જવાન અને હોમગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને જે લોકો કામ વિના ઘરની બહાર નીકળી રહ્યા છે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગરના સીટી DySP નિતેશ પાંડે પણ ચેકિંગમાં જોડાયા હતા અને સાત રસ્તા સર્કલ પાસે નીકળતા વાહનચાલકોને અટકાવવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.
જામનગર પોલીસ દ્વારા સઘન ચેકિંગ આ પણ વાંચો:આંશિક લોકડાઉન અને નાઈટ કરફ્યૂને લઈને વેપારીઓમાં રોષ
કોરોનાના વધતા કેસને અંકુશમાં લેવા માટે કરવામાં આવ્યું છે રાત્રી કરફ્યૂ
હાલાર પંથકમાં સતત વધી રહેલા કોરોનાના કેસ ચલાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે, તો પોલીસ વિભાગ દ્વારા પણ સતત વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 13 મેએ જામનગરની સુપરમાર્કેટમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વેપારીઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.