- જામનગરમાં વૉર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવારે શરુ કર્યો પ્રચાર
- ઢોલ નગારાં સાથે ચૂંટણી પ્રચાર કરવા માટે રેલીનું કરાયું આયોજન
- વૉર્ડ નંબર 15 કોંગ્રેસનો ગઢ, ગત ટર્મમાં પણ કોંગી કોર્પોરેટર ચૂંટાયાં હતાં
જામનગર : વૉર્ડ નંબર 15ના કોર્પોરેટર વિરોધ પક્ષમાં હોવાના કારણે આ વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે અનેક વખત કોર્પોરેટર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. જોકે, આ વોર્ડમાં ચારેય કોર્પોરેટર સારી લોકપ્રિયતા ધરાવે છે.
ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે શરણાર્થીઓ અહીં વસ્યાં હતાં
વૉર્ડ નંબર 15ના કોર્પોરેટર આનંદ ગોહીલ છેલ્લા ઘણા સમયથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવે છે. જનરલ બોર્ડમાં પણ પોતાના વિસ્તારમાં તમામ મુદ્દાઓ હમેશા રજૂ કર્યા છે, જે બાદ હોસ્પિટલના કામ હોય કે રોડ રસ્તા અને ભગર્ભ ગટરની કામગીરી કરવામાં પણ તેમને અન્ય કોર્પોરેટરથી આગળ રહ્યાં છે.
જામનગરમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર નીકળ્યા વોટ માગવા શરણાર્થી લોકોને હજૂ સુધી ઘરનું ઘર મળ્યું નથી
શંકર ટેકરી વિસ્તારમાં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે મોટા ભાગના શરણાર્થી લોકો આવીને વસ્યાં છે. આ લોકોને હજૂ સુધી ઘર મળ્યું નથી. આ માટે પણ કોર્પોરેટર આનંદ ગોહીલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.