ગુજરાત

gujarat

ETV Bharat / city

હિંદુ સેના ફરી વિવાદમાં: નથુરામ ગોડસેની ગાથા કરનાર 2 વ્યકિતની અટકાયત

હિન્દુ સેના (Jamnagar Hindu Sena) દ્વારા થોડા દિવસો પહેલા જામનગરના મોરકંડા ગામમાં ગોડસેની પ્રતિમા મૂકી ગોડસે ગાથા શરૂ કરવામાં આવી હતી, જો કે જામનગર કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ અને સભ્ય ભાવેશ ઠુંમરની અટકાયત કરી છે.

હિંદુ સેના ફરી આવી વિવાદમાં: નથુરામ ગોડસેની ગાથા કરનાર બે વ્યકિતની પોલીસે કરી અટકાયત
હિંદુ સેના ફરી આવી વિવાદમાં: નથુરામ ગોડસેની ગાથા કરનાર બે વ્યકિતની પોલીસે કરી અટકાયત

By

Published : Jan 9, 2022, 9:05 PM IST

જામનગર: પોલીસે હિન્દુ સેના (Jamnagar Hindu Sena)ના પ્રમુખ પ્રતિક ભટ્ટ અને સભ્ય ભાવેશ ઠુંમરની અટકાયત કરી છે. હિન્દુ સેના દ્વારા થોડા દિવસો પહેલા જામનગરના મોરકંડા ગામમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેની પ્રતિમા (Godse Idol in Jamnagar) મૂકવામાં આવી હતી અને ત્યારબાદ હિન્દુ સેના દ્વારા ગોડસેના વિચારો ગામડે-ગામડે પહોંચે તે માટે ગોડસે ગાથા (village to village Godsa gatha ) શરૂ કરવામાં આવી હતી, જો કે જામનગર કોંગ્રેસે (Jamnagar Congress on Godsa gatha)સમગ્ર ઘટનાને નિંદનીય ગણી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગામડે ગામડે ગોડસેના વિચારો ફેલાવવા

જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ ઇન્ચાર્જ એસપી ઓફિસ પાંડેને હિન્દુ સેના દ્વારા શહેરમાં વાતાવરણ તોડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને જામનગર સીટી પોલીસ દ્વારા સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટ અને ભાવેશ ઠુમ્મરની અટકાયત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details