જામનગરઃ દેશભરમાં કોરોનાની મહારારીએ આતંક મચાવ્યો છે, એવામાં સામેની જંગમાં અનેક વોરિયર્સ દ્વારા પોતાના સમયનું બલિદાન આપવામાં આવી રહ્યું છે. જામનગરનું આવું જ એક દંપતિ ફરજ પરસ્તીમાં જામનગરની બહાર છે. તેમના એક વર્ષના પુત્રનો જન્મદિવસ ઉજવવા પણ આ વોરિયર્સને પાસે સમય નથી. જેથી પોલીસે આ વોરિયર્સની ફરજ પરસ્તીને બિરદાવી હતી. જેના ભાગરૂપે પોલીસે કોરોના વોરિયર્સના ઘરે બાળકના નાના-નાની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.
કોરોના વોરિયર્સના બાળકનો પ્રથમ જન્મદિવસ ઉજવવા પહોંચી પોલીસ, જુઓ વીડિયો...
જામનગરના એક દંપતિની ફરજનિષ્ઠા સામે આવી છે. પોતાના પુત્રનો પ્રથમ જન્મદિવસ ઉજવવા પણ આ વોરિયર્સને સમય મળ્યો નથી. આ માતા-પિતાએ મમતા ભૂલી પોતાની ફરજને પ્રથમ મહત્વ આપ્યું છે. જેથી પોલીસે વોરિયર્સની ફરજ પરસ્તીને બિરદાવી અને ઘરે પહોંચી બાળકના નાના-નાની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.
જ્યારથી દેશમાં કોરોના સંક્રમણનો ખતરો ઉભો થયો છે, ત્યારથી સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કોરોનાને માત આપવા માટે લડાઇ ચલાવવામાં આવી રહી છે.
જામનગરમાં આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલું દંપતિ હાલ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યું છે. પોતાના 1 વર્ષના પુત્રને પરિવારને સોંપી બાળકના પિતા પડધરી ખાતે અને મમ્મી ભૂજની અદાણી હોસ્પિટલમાં સેવા આપી રહ્યાં છે. હાલ જામનગરમાં નાના-નાની આ બાળકમાં બાળપણના સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. શનિવારે આ બાળકનો પ્રથણ જન્મદિવસ હોવા છતાં તેના માતા-પિતા હાજર રહી શક્યાં નહોતાં, પરંતુ આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસે જન્મદિવસની ઉજવણીનું બીડું ઝડપી લીધું હતું.