- જામનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગમાં ગુના વધ્યા
- સરકારે SP દીપેન ભદ્રેનની કરી નિમણૂક
- એક સાથે 14 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા
જામનગર: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જમીનો પચાવી પાડવી અને જમીનો પર કબજો મેળવવા કેસ વધ્યા છે. ખાસ કરીને ભુમાફિયા જ્યેશ પટેલનો પણ સમગ્ર જિલ્લામાં આતંક છે, ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા જાંબાઝ પોલીસ અધિકારી દીપેન ભદ્રેનની SP તરીકે નિમણૂક કરી છે.
આ પણ વાંચો:5 કરોડ રૂપિયાની ખંડણી માંગવા મામલે ભૂમાફિયાની ધરપકડ
જામનગર પોલીસ અધિક્ષકે કરી લાલ આંખ
જો કે દીપેન ભદ્રેને ભુમાફિયા સામે લાલ આંખ કરી છે અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં અનેક લોકોને જેલ હવાલે કર્યા છે. જો કે મુખ્ય ટાર્ગેટ ભુમાફીયો જયેશ પટેલ હજુ પકડથી દૂર છે અને હજુ પણ ગુનાઓને અંજામ આપી રહ્યો છે. રાજ્ય સરકારે જમીનો પર થતાં ગેરકાયદેસર કબ્જા પર કાબુ લેવા માટે સ્પેશિયલ કાયદો બનાવ્યો છે. ગુજસીટોક જેમાં જામનગર પોલીસે પ્રથમ ગુનો નોંધી એક સાથે 14 લોકોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા 14માં બિલ્ડર, પોલિટિશિયન્સ, નિવૃત પોલીસ કર્મી, અને ભુમાફિયાઓનો સમાવેશ થાય છે.
સરકારે SP દીપેન ભદ્રેનની કરી નિમણૂક રેડમાં ભુમાફિયાઓએ ગેરકાયદેસર જમીન પર ખડકી દીધા મકાનો
જામનગર જિલ્લા કલેક્ટર અને SP દીપેન ભદ્રેને રેડમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની લોકોને અપીલ કરી હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા. જેના પગલે રેડમાં 64 જેટલા લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. જેમાંથી મોટા ભાગના લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે. આમ જામનગર જિલ્લામાં ગુજસીટોકના કાયદાના વિવિધ લોકો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
આ પણ વાંચો:જામનગરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અંકુશમાં હોવા છતાં ભૂમાફિયા જયેશ પટેલ ક્યારે ઝડપાશે ?
જામનગરમાં ગુજસીટોકનો પ્રથમ કેસ, શું છે જોગવાઈ?
જામનગર પોલીસે ગુજસીટોકની વિવિધ કલમો હેઠળ જયેશ પટેલ સહિતના 14 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ કાયદા હેઠળ જામનગર જિલ્લામાં આ પ્રથમ કેસ નોંધાયો છે. ગુજસીટોકના કાયદામાં 5 વર્ષથી લઈ આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈઓ છે. પોલીસ આ કેસમાં વહેલી તકે પુરાવા સાથે ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવ્યા છે.
ક્યારે ઝડપાશે ભુમાફીયો જયેશ પટેલ?
જામનગર જિલ્લામાં અનેક લોકોની જમીન પચાવી પાડનાર અને વિદેશમાં રહીને ખરાબ હરકતો કરતો ભુમાફીયો જયેશ પટેલ હજુ પણ ફરાર છે. જો કે ફોન દ્વારા જામનગર જિલ્લામાં અનેક લોકોને ધમકી આપવી, ફાયરિંગ કરાવવું, જમીનો પચાવી પાડવી જેવા 45 જેટલા ગુના જયેશ પટેલ વિરુદ્ધ જામનગર પોલીસના ચોપડે નોંધાયેલા છે. જયેશ પટેલ સામે રેડ કોર્નર નોટિસ પાઠવવામાં આવી છે છતાં પણ વિદેશમાં રહી વોટ્સએપ કોલથી હજુ પણ ખુલ્લેઆમ ફાયરિંગ કરાવી રહ્યો છે.