ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્ર સરકારે DAP ખાતર પર જાહેર કરાયેલી 140 ટકાની સબસિડીને રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આવકારી - વડાપ્રધાન મોદી

સરકાર દ્રારા ખેડૂત હિતમાં લેવાયેલા ખાતર અંગેના આ ત્વરીત નિર્ણયને જિલ્લાના ખેડૂતો વતી રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આવકાર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કૃષિ પ્રધાન પરોષતમ રૂપાલા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા તથા કૃષિ પ્રધાન આર.સી.ફળદુનો આભાર વ્યક્ત કર્યો હતો.

સરકારના ત્વરિત નિર્ણયથી ખેડૂતોને કૃષિલક્ષી ફાયદો થશે: ધર્મેન્દ્રસિંહ જાડેજા
સરકારના ત્વરિત નિર્ણયથી ખેડૂતોને કૃષિલક્ષી ફાયદો થશે: ધર્મેન્દ્રસિંહ જાડેજા

By

Published : May 20, 2021, 2:18 PM IST

  • રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જાહેર કરાયેલી સબસિડીને આવકારી
  • સરકારના ત્વરિત નિર્ણયથી ખેડૂતોને કૃષિલક્ષી ફાયદો થશે: ધર્મેન્દ્રસિંહ જાડેજા
  • રૂપિયા-1,200 સબસિડી મળતા હવે એક બોરી રૂપિયા 1,200માં જ મળશે

જામનગર: કેન્દ્ર સરકારે DAP ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોને હવે DAPની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1,200 રૂપિયા સબસિડી મળશે. સબસિડી વધારવામાં આવી તેના કારણે ખેડૂતોને DAPની એક બોરી હવે 2,400 રૂપિયાના બદલે 1,200 રૂપિયામાં જ મળશે. સરકાર આ સબસિડી માટે 14,775 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો કરશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને અન્ન અને નાગરિક પુરવઠા રાજયપ્રધાન ધર્મેનન્દ્રસિંહ જાડેજાએ આવકર્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોતમ રૂપાલા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા તથા કૃષિ પ્રધાન આર.સી.ફળદુનો ચોમાસા પૂર્વે લેવાયેલા ખેડૂતહિત લક્ષી નિર્ણય અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય ભાવ વધારા છતાં, ખેડૂતોને જુના દરે ખાતર મળે: વડાપ્રધાન મોદી

ખાતરની કિંમતો વિશે વિસ્તૃત જાણકારી મેળવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મૂલ્ય વૃદ્ધિ છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે. ખેડૂતોનું કલ્યાણ એ સરકારની સર્વોચ્ય પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ બુધવારે ખાતરની કિંમત મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમજ પ્રેઝન્ટેશન દ્વારા ખાતરની કિંમતો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

આ પણ વાંચો: સુરતના કોટન એસોસિએશને ખાતરના ભાવ વધવાથી આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માગ કરી

આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળવું જોઈએ: વડાપ્રધાન

આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેની વધતી કિંમતોના કારણે ખાતરની કિંમતોમાં વૃદ્ધિ થઈ રહી છે. વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળવું જોઈએ તેમ ભારપૂર્વક કહ્યું હતું. આ બેઠકમાં DAP ખાતર માટેની સબસિડી એક બોરી દીઠ 500 રૂપિયાથી 140 ટકા વધારીને 1,200 રૂપિયા પ્રતિ બોરી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. મૂલ્યવૃદ્ધિનો વધારાનો સંપૂર્ણ ભાર કેન્દ્ર સરકારે ઉઠાવવાનો નિર્ણય લીધો છે. એક બોરી દીઠ સબસિડીની રકમ ભૂતકાળમાં ક્યારેય એક વખતમાં આટલી વધારવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details