- જામનગર મનપાની કાર્યવાહી
- પટેલ પાર્ક પાસે દબાણ હટાવી જમીન ખુલ્લી કરી
- 1600 ફૂટ જમીન બછાવી પાડી બાંધકામ કરી દેવાયું હતું
જામનગરઃ જામનગર કોર્પોરેશન દ્વારા રણજીતનગર તેમજ પટેલ પાર્ક પાસે દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ 1600 ફૂટ જેટલી જમીન પર કોઇ ઇસમ દ્વારા કબજો જમાવીને બાંધકામ પણ કરી દેવામાં આવ્યું હતું. જામનગરમાં સરકારી જમીનો પર ગેરકાયદે કબજો કરી દેવાનું ચલણ જોરમાં છે. રણજીતનગર પાસે પટેલ પાર્ક નજીક નગા કરમૂર નામના ઇસમે દુકાનો પણ તાણી બાંધી હતી. જેની સામે મનપાએ કાર્યવાહી કરતાં એસ્ટેટ વિભાગની ટીમે જેસીબીએ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધાં હતાં.
- આ પહેલાં પણ નોટિસો પાઠવવામાં આવી હતી