ગુજરાત

gujarat

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભંગારવાડામાં લાગી ભીષણ આગ

By

Published : Apr 18, 2021, 7:42 PM IST

જામનગરમાં જુના રેલ્વે  સ્ટેશન નજીક બંધ પડેલી ગાડીના વાડામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જામનગર
જામનગર

  • એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
  • ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવાઇ

જામનગર: શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે ભંગારવાડામાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. આગ લાગવાનું કારણ જો કે અકબંધ જોવા મળ્યું હતું. વાહનો ભડભડ સળગી જતા ભારે નુકસાન સર્જાયું હતું.

જામનગર

ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી

જામનગર રાજકોટ હાઈવે પર આવેલી અંબર ચોકડી નજીક જુના રેલ્વે સ્ટેશન ની જગ્યા મા બંધ પડેલ વાહનોમા મોડી રાત્રે આગ લાગી હતી જેની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો આગ થોડી વાર મા મોટુ સ્વરૂપ ધારણ કર્યુ હતુ ત્યારે સ્થાનિક યુવાન દ્વારા ફાયર શાખામા જાણ કરવામા આવી હતી.

જામનગર

આગ લાગવાનું કારણ અકબંધ

આગજનીમાં લાખો રૂપિયાના વાહનો બળીને ખાખ થયા છે જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે પ્રાથમિક અનુમાન છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય. આમ જામનગર શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે ખાસ કરીને ઉનાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ આગજનીના બનાવો બની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details