ગુજરાત

gujarat

જાણો, શા માટે કેવડા ત્રીજના દિવસે મહાદેવ પર કેવડાની સાથે અર્પણ થાય છે તેનું પુષ્પ

કેવડા ત્રીજનું ધાર્મિક પર્વ અને તેની પૂજા વિધિને હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વની માનવામાં આવે છે આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્યને લઈને દેવાધિદેવ મહાદેવ પર કેવડાના પુષ્પ થી પૂજા કરતી હોય છે તેમજ કુમારિકાઓ દ્વારા પણ આજના દિવસે શુયોગ્ય પતિ મળે તે માટે કેવડા ત્રીજ નું વ્રત કરીને ધર્મગ્રંથોમાં સૂચવવામાં આવેલ મર્યાદાઓના પાલન સાથે પૂજા કરવામાં આવે તો પાર્વતીજીને જે રીતે મહાદેવ પતિના રૂપમાં પ્રાપ્ત થયા હતા તેવી જ રીતે આજના દિવસે પૂજા કરવાથી પ્રત્યેક મહિલાઓને મહાદેવ જેવા પતિ મળતા હોય છે તેવી ધાર્મિક માન્યતા સાથે કેવડા ત્રીજની પૂજાનું મહત્વ જોવા મળે છે

By

Published : Sep 9, 2021, 6:16 AM IST

Published : Sep 9, 2021, 6:16 AM IST

જાણો, શા માટે કેવડા ત્રીજના દિવસે મહાદેવ પર કેવડાની સાથે અર્પણ થાય છે તેનું પુષ્પ
જાણો, શા માટે કેવડા ત્રીજના દિવસે મહાદેવ પર કેવડાની સાથે અર્પણ થાય છે તેનું પુષ્પ

  • કેવડા ત્રીજની પૂજાને અંતે માતા પાર્વતીને શિવજી પ્રાપ્ત થયા હોવાની કેવડાત્રીજની પૂજાનું છે મહત્વ
  • આજના દિવસે કેવડાનું પુષ્પ ભોળાનાથ પર અર્પણ કરવાથી મળે છે વિશેષ લાભ
  • કેવડાત્રીજ ના દિવસે નકોરડા ઉપવાસ ની સાથે બ્રહ્મચર્ય મુજબની દિનચર્યા થી મહાદેવ થાય છે પ્રસન્ન

જૂનાગઢ : કેવડાત્રીજના પૂજનનું હિન્દુ ધર્મગ્રંથોમાં વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે માતા પાર્વતીજીએ શિવજીને પતિ તરીકે પામવા માટે ભાદરવા સુદ ત્રીજના દિવસે ઉપવાસ કર્યો હતો ત્યારથી આજના દિવસે કેવડા ત્રીજ નું પર્વ ઉજવવામાં આવે છે કેવળ ત્રીજને હિન્દુ ધર્મગ્રંથોમાં હરનાલિકા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભાદરવા સુદ ત્રીજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દ્વારા ઉજવવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે તેમજ કુમારિકાઓ દ્વારા પોતાને શુયોગ્ય અને શિવ જેવા પતિ પ્રાપ્ત થાય તેના માટે કેવડાત્રીજ ના દિવસે મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે આજના દિવસે ધાર્મિક વિધિ વિધાન સાથે મહાદેવનું પૂજન કરવાથી અખંડ સૌભાગ્યની સાથે શિવ જેવા પતિ પ્રાપ્ત થતા હોવાની ધાર્મિક માન્યતા કેવડાત્રીજ ના પાવન પર્વ સાથે જોડાયેલી જોવા મળે છે

કેવડાત્રીજના દિવસે સૌભાગ્યવતી અને કુમારિકાઓ દ્વારા કરાઈ છે મહાદેવની પૂજા
આજના દિવસે વહેલી સવારે અખંડ સૌભાગ્યવતી અને કુમારિકાઓ દ્વારા તલ અને આમળાના ચુર્ણથી સ્નાન કરવાને વિશેષ માનવામાં આવ્યું છે સ્નાન વિધિ બાદ પ્રત્યેક સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ રેશમના વસ્ત્રો ધારણ કરીને મહાદેવની પૂજા કરવાનું ધર્મગ્રંથોમાં સૂચવવામાં આવ્યું છે આજના દિવસે કેવડાનું પુષ્પ દેવાધિદેવ મહાદેવ પર અર્પણ કરવાથી મહાદેવની કૃપા પૂજા કરનાર પ્રત્યેક કુમારિકા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પર જોવા મળે છે કેવડાત્રીજ ના એક માત્ર દિવસે દેવાધિદેવ મહાદેવ પર કેવડાનું પુષ્પ અર્પણ થતું હોય છે જેને લઇને પણ કેવડા ત્રીજનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે તહેવાર સાથે બીજી અનેક મર્યાદાઓ પણ જોડાયેલી છે આજના દિવસે ઉપવાસ કરનાર પ્રત્યે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓએ નકોરડા ઉપવાસની સાથે દિવસ ભર બ્રહ્મચર્યનું પાલન કરવાનું પણ ધર્મગ્રંથોમાં સૂચવવામાં આવ્યું છે સાથે સાથે આજના દિવસ દરમિયાન શિવજીની ઉપાસના કરતા દિવસ પસાર કરવાનું પણ ધર્મગ્રંથોમાં સૂચવવામાં આવ્યું છે

કેવડાત્રીજના એકમાત્ર દિવસે મહાદેવ પર અર્પણ થાય છે કેવડો અને તેનું પુષ્પ
આજના કેવડાત્રીજના તહેવારને લઈને ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે માતા પાર્વતીજી દ્વારા શિવને પામવા માટે ૧૨ વર્ષ સુધી શિર્ષાશન કર્યું હોવાનું તેમ જ ૬૪ વર્ષ સુધી માત્ર પર્ણ ને આહાર તરીકે ગ્રહણ કરીને શિયાળો ઉનાળો અને ચોમાસાની ઋતુ દરમિયાન શિવજીની અન અને જળનો ત્યાગ કરીને કઠોર તપશ્ચર્યા કરી છે આ દરમિયાન તમામ દેવોને વ્યરજ એવા કેવડાના પુષ્પેથી જંગલ વિસ્તારમાં જાતે બનાવેલા માટીના શિવલિંગની પૂજા કરીને તેના પર કેવડાના પુષ્પનો અભિષેક કર્યો હતો તેવી ધાર્મિક માન્યતાની સાથે કેવડાત્રીજ ના એકમાત્ર દિવસે દેવાધિદેવ મહાદેવ પર કેવડો અને તેનું પુષ્પ અર્પણ કરવામાં આવે છે

ABOUT THE AUTHOR

...view details