- કોરોના મહામારીને કારણે વેપારીઓની કફોડી હાલત
- બ્રાસપાર્ટના કારખાના છેલ્લા 1 વર્ષથી બંધ
- નવા ઉદ્યોગો પાયમાલ
જામનગર: કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્યમાં પ્રથમ લોકડાઉન બાદ મીની લોકડાઉન લાદવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે તમામ ધંધા બંધ હાલતમાં છે જેના કારણે વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરમાં 6 હજાર જેટલા છે બ્રાસપાર્ટના કારખાના
જામનગર બ્રાસ સીટી તરીકે ઓળખવામાં આવે છે જામનગરમાં અંદાજિત બ્રાસપાર્ટના 6000 જેટલા કારખાના આવેલા છે. કોરોના મહામારી પહેલા અનેક નવા ઉદ્યોગકારોએ બ્રાસ ઉદ્યોગમાં પોતાના પ્લાન્ટ શરૂ કર્યા હતા. જો કે છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી હોવાના કારણે નવા ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાની ભોગવવી પડી રહી છે.
40 ટકા કારખાનાઓ છે બંધ હાલતમાં
જામનગર બ્રાસ ઉદ્યોગમાં 40 ટકા જેટલા કારખાનાઓ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. જેમાં મોટાભાગના કારખાનાઓ કોરોના મહામારી પહેલાં જ શરૂ કરવામાં આવ્યા હતા. સતત કથળતી બ્રાસપાર્ટ ઉદ્યોગની હાલત માટે રાજ્ય સરકારે પેકેજ આપવું જોઈએ તેવું બ્રાસ એસોસિએશનના પ્રમુખ જણાવી રહ્યા છે.