- લોકડાઉનની અસર ધંધા-રોજગાર પર પડી
- જામનગરમાં તમામ કારખાનાઓ હતા બંધ હાલતમાં
- આ વર્ષે આવકમાં મોટું ગાબડું
જામનગર:કોરોના મહામારીના કારણે જામનગરમાં મોટાભાગના તેમજ અન્ય કારખાનાઓ બંધ હોવાના કારણે GSTની આવકમાં ખાસ્સો ફરક જોવા મળી રહ્યો છે. જો કે જામનગરનો માલ અન્ય રાજ્ય તેમજ અન્ય દેશમાં ઇમ્પોર્ટ- એક્સપોર્ટ કરવામાં આવી રહ્યો હતો. તે પણ બંધ હાલતમાં હોવાને કારણે GSTની આવકમાં મોટું ગાબડું પડ્યું છે.
આ પણ વાંચો: GST છેતરપિંડી કેસમાં સીએ અને એક મહિલા સહિત 12ની ધરપકડ
કેટલા કરોડનું પડ્યું ગાબડું... ક્યાં કારણોસર?
સ્ટેટ GSTની વર્ષ 2019માં રૂપિયા 2312.68 કરોડની આવક હતી. તેની સામે વર્ષ 2020-21 માં ફક્ત રૂપિયા 1795.71 કરોડની આવક થઈ છે. જો કે વર્ષ 2020-21માં એપ્રિલ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં GSTની આવકમાં ભારે ઘટાડો જોવા મળ્યા બાદ ઉતરોતર વધારો પણ થયો છે.
આ પણ વાંચો:સ્ટેટ GST વિભાગના ‘ઇન્સ્પેક્ટર રાજ’ સામે ચેમ્બર દ્વારા કેન્દ્રિય નાણાં પ્રધાનને રજૂઆત
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20,000 જેટલા વેપારીઓ નોંધાયેલા
કોરોનાના કારણે લોકડાઉન અને લોકોએ ખરીદીમાં કાપ મુકતા વેપાર-ધંધા ઉદ્યોગને નુકસાનથી જામનગર રેન્જ GSTને ભારે નુકસાન થયું છે. આમ, વર્ષ 2019-20ની સરખામણીમાં 2020-21માં 516.96 કરોડનું મસમોટું ગાબડું જોવા મળી રહ્યું છે.