- 50 બેડનું કોવિડ સેન્ટર પટેલે સમાજ દ્વારા ઉભું કરવામાં આવ્યું
- અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા લીધી કોવિડ કેર સેન્ટરની મુલાકાત
- મેયર તેમજ ડેપ્યુટી મેયર સહિતના લોકોએ હાજરી આપી હતી
જામનગર: કોવિડ સેન્ટરમાં 90 સુધી ઓક્સિજન ધરાવતા 50 લોકોની સારવાર અર્થેઓક્સિજન સહિતની વ્યવસ્થા નિર્મિત કરવામાં આવી છે. સમાજ દ્વારા દાખલ દર્દીઓને જમવાનું નિ:શુલ્ક આપવામાં આવે છે, તેમજ કોરોના દર્દીઓના પરિવારજનો માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો:રાજ્ય ગૃહપ્રધાને સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવ્યો
દર્દીઓ ખૂબ જલ્દી સ્વસ્થ બનશે તેવી આશા
આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પટેલ સમાજને બિરદાવીને જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડો લીધો છે. ત્યારે દરેક વ્યક્તિ, સમાજ યથાયોગ્ય અન્ય લોકોને મદદરૂપ બની રહ્યું છે. જામનગર ખાતે પટેલ સમાજે કોરોનાના દર્દીઓ માટે સારવાર, અન્ય વ્યવસ્થાઓ અને દર્દીઓના સ્વજનો માટે પણ વ્યવસ્થાઓ નિર્મિત કરી સાથે માનસિક રીતે પણ દર્દીને સ્વસ્થ થવા પ્રેરે તેવું વાતાવરણ નિર્મિત કરવામાં આવ્યું છે. જે દ્વારા અનેક દર્દીઓ ખૂબ જલ્દી સ્વસ્થ બનશે તેવી આશા છે.
કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ આ પણ વાંચો: લુણાવાડામાં બાવન પાટીદાર સમાજ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
પટેલ સમાજે તમામ સુવિધા સજ્જ કોવિડ સેન્ટર બનાવ્યું
આ સેન્ટરની મુલાકાત સમયે પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદીએ પણ પટેલ સમાજના આ પગલાને આવકાર્યું હતું અને આ ઉમદા વિચાર માટે સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા, રાજુભાઈ, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, ગોપાલભાઈ સોરઠીયા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, મંત્રી અશોકભાઈ ચોવટીયા, પૂર્વ શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કોવિડ કેર સેન્ટર માટેના હેલ્પલાઇન નંબર 7861826878 છે, જેનો સમાજના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.