ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં સાંસદ, ધારાસભ્ય બાદ કૃષિપ્રધાન રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ

રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલનો આજે રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ (Raghavji Patel Corona positive) આવ્યો છે. રાઘવજી પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને જાણકારી આપી છે અને તેમના સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે તેમને પોતાનો કોરોના રિપોર્ટ કરાવી લેવા અપીલ કરી છે.

Agriculture Minister Raghavji Patel
Agriculture Minister Raghavji Patel

By

Published : Jan 23, 2022, 1:13 PM IST

જામનગર: જિલ્લામાં દિન- પ્રતિદિન કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. શનિવારે 693 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો જામનગર (Corona In Jamnagar) જિલ્લાના વહીવટી અધિકારીઓ મોટાભાગના કોરોના ગ્રસ્ત બન્યા છે. તો રાજકારણમાં પણ સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા અને છેલ્લે કૃષિપ્રધાન રાઘવજી પટેલ (Agriculture Minister Raghavji Patel) પણ કોરોનાની ઝપડે ચડ્યાં છે.

જામનગરમાં સાંસદ, ધારાસભ્ય બાદ કૃષિપ્રધાન રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ

કલેક્ટર, કમિશનર પણ કોરોના સંક્રમિત

કૃષિપ્રધાન રાઘવજી પટેલે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી અને જે લોકો તેના સંપર્કમાં આવ્યા છે તેમને કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે સલાહ આપી છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલ છેલ્લા ઘણા સમયથી લોકો સાથે વિવિધ કાર્યક્રમમાં જોડાયા હતા અને ખાસ કરીને લોક દરબારનું પણ બે દિવસ પહેલાં જામનગર સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પણ લોકોની મોટી ભીડ એકઠી થઈ હતી. આ ઉપરાંત જિલ્લામાં કલેક્ટર અને કમિશનર પણ કોરોનાથી સંક્રમિત છે.

આ પણ વાંચો: Assembly Elections 2022 : રેલીઓ-રોડ શો પર જારી રહી શકે પ્રતિબંધ, પ્રચારમાં કેટલીક છૂટની સંભાવના

આ પણ વાંચો:Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના અધધધ...23 હજારથી પણ વધુ કેસ નોંધાયા, 15 લોકોના મોત

ABOUT THE AUTHOR

...view details