ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા બળાત્કાર વિરોધી દિન નિમિત્તે ધરણા યોજાયા

દેશભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા શનિવારે સવારે 10 વાગ્યે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ લાલબંગલા સર્કલ ખાતે બળાત્કાર વિરોધી દિન નિમિત્તે ધરણા યોજ્યા હતા.

જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા દુષ્કર્મ વિરોધી દિન નિમિત્તે ધરણા યોજ્યા
જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા દુષ્કર્મ વિરોધી દિન નિમિત્તે ધરણા યોજ્યા

By

Published : Oct 31, 2020, 4:37 PM IST

Updated : Oct 31, 2020, 5:04 PM IST

  • જામનગરમાં બળાત્કાર વિરોધી દિન નિમિત્તે ધરણા
  • આમ આદમી પાર્ટીએ લાલબંગલા સર્કલ ખાતે યોજ્યા ધરણા
  • આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ

જામનગરઃ દેશમાં જે પ્રકારે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા શનિવારે શહેરમાં ધરણા યોજ્યા હતા. આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે.

જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા બળાત્કાર વિરોધી દિન નિમિત્તે ધરણા યોજ્યા

જામનગરમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો

ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં બે દિવસ પહેલા સ્કૂલના પ્રિન્સિપાલે સગીરા સાથે અડપલાં કર્યા હતા. તેમજ શુક્રવારે લાલપુર પાસે ગ્રામ્ય વિસ્તારમાં પિતરાઈ ભાઈએ જ 9 વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત શહેરમાં અગાઉ ઘેનની ગોળીઓ પીવડાવી સગીરા પર સામૂહિક દુષ્કર્મ કર્યાની ઘટના પણ બની હતી. ત્યારે લાલ બગલા સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાથમાં બેનર લઇ સૂત્રોચ્ચાર કરી દુષ્કર્મના આરોપીઓને ફાંસીએ લટકાવવાની માંગ કરી છે.

Last Updated : Oct 31, 2020, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details