- જામનગરમાં 2 સ્થળો પર જાહેર સભા યોજાઈ
- જાહેર સભામાં CM રૂપાણી અને સી.આર.પાટીલે કર્યું સંબોધન
- ધન્વંતરિ ગ્રાઉન્ડમાં ખુરશીઓ રહી ખાલી
જામનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીની જાહેર સભા
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ પ્રચાર પુરજોશમાં કરી રહી છે, ત્યારે જામનગરમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જામનગર શહેરમાં ધન્વંતરિ ગ્રાઉન્ડ અને ચાંદી બજાર ખાતે ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટ્યા હતા.
વિજય રૂપાણીએ અને સી.આર.પાટીલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર સભામાં કોંગ્રેસને લલકાર કરતા કહ્યું હતું કે, રાજ્ય કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે. કોંગ્રેસ પાસે ત્રણ ત્રણ વખત હારેલા ઉમેદવારોને આ વખતે ચૂંટણીમાં ઉભા રાખવાનો સમય આવ્યો છે. જો કે, ભાજપે યંગ બ્રિગેડને મેદાનમાં ઉતારી છે અને જ્વલંત વિજય તમામ ઉમેદવારો મેળવશે.
જામનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીની જાહેર સભા ધન્વંતરી ગ્રાઉન્ડમાં સમર્થકોની ઓછી હાજરીના કારણે ખુરશીઓ ભેગી કરવામાં આવી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જામનગરમાં 2 વિવિધ સ્થળો પર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, જામનગર શહેર મધ્યે આવેલા ધન્વંતરી ગ્રાઉન્ડમાં જાહેર સભા વખતે સમર્થકોની ઓછી હાજરીના કારણે ખાલી ખુરશીઓ રહી હતી. જેથી આ ખુરશીઓને ઉપાડવામાં આવી હતી.