જામનગર: જામનગર પંથકમાં (Corona Case In Jamnagar) કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આજે 5 દર્દીઓમાં મોત નિપજ્યા છે, જેમાં 2 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે એક 15 વર્ષીય યુવતી છે અને 13 વર્ષના કિશોરનું મોત નીપજ્યું છે, ત્યારે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ખાસ કરીને જાન્યુઆરી મહિના કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જોકે સ્થાનિક વહીવટીતંત્ર ચિંતામાં છે.
જામનગરમાં કોરોનાનો હાહાકાર, 2 બાળકો સહિત 5 ના મોત આ પણ વાંચો:Omicron in Jamnagar: જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોનની એન્ટ્રી....આફ્રિકાથી આવેલા યુવકમાં જોવા મળ્યા લક્ષણ
કોરોના ફરીથી જામનગરમાં હાવી થતો જોવા મળી રહ્યો છે
જોકે જામનગરની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી રોજ એક બે મૃત્યુઆંક નોંધાતો હતો પણ આજે એક સાથે 5 વ્યક્તિઓના મોત નિપજ્યા ક્યાંક ને ક્યાંક કોરોના ફરીથી શહેરમાં હાવી થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1,227 બેડ સજ્જ
કૃષિપ્રધાન રાઘવજી પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ
જામનગરના ધારાસભ્ય અને રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલને કોરોનામાંથી મુક્તિ મળી છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જો કે ધારાસભ્ય હકુભા જાડેજા અને સાંસદ પૂનમ માડમ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.