- જામનગરની જી જી હોસ્પિટલની હોસ્ટેલના રૂમમાંથી તસ્કરોએ કરી ચાર લેપટોપની ચોરી
- અજાણ્યો શખ્સ રૂ. 1.22 લાખની કિંમતના જુદા જુદા ચાર લેપટોપ ઊઠાવી ગયો
- અજાણ્યા તસ્કરો સામે સિટી બી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
- પોલીસે ફરિયાદ નોંધી CCTV કેમેરાના આધારે તસ્કરને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી
જામનગરઃ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં આવેલા જી જી હોસ્પિટલ કેમ્પસમાં પી.જી. હોસ્ટેલ ખાતે રહેતા અને ઈન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા કિંજલ રમણભાઈ પટેલે પોતાના રૂમમાંથી ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને અન્ય ઈન્ટર્નના રૂમનું તાળું ચાવી વડે ખોલી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો રૂમમાં પડેલા 1.22 લાખની કિંમતના ચાર લેપટોપ લઈ ગયો હતો. ફરિયાદીએ આ અંગે સિટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.