- 44 માંથી ફક્ત 1 જ સીટ પર આપએ જીત મેળવી
- ચૂંટણીમાં સૌથી વધુ પ્રચાર આપ પાર્ટીએ કર્યો
- આપ દ્વારા 30 સીટોનો દાવો કરવામાં આવ્યો હતો
ગાંધીનગર : મહાનગરપાલિકા(Gandhinagar Municipal Corporation)ની ચૂંટણીમાં ભાજપને 41 સીટો મળી છે, જ્યારે કોંગ્રેસના ભાગે ફક્ત 2 સીટો અને આપ પાર્ટીએ એક જ સીટ વોર્ડ નંબર 6માં મેળવી છે. વોર્ડ નંબર 6ના આપ (Aam Aadmi Party) ના એક માત્ર ઉમેદવાર તુષાર પરીખની જીત થઇ છે, જેમને 3,974 વોટ મળ્યા હતા. જેથી આપ પાર્ટી ફક્ત ખાતું જ ખોલાવી શકી છે, ત્યારે અપેક્ષાથી ઓછું રીઝલ્ટ કેમ, ક્યા પ્રકારના ફેક્ટર તેમને કામ ના આવ્યા, ક્યાં પનો ટુંકો પડ્યો, તેને લઈને રાજકીય તજજ્ઞ અને પત્રકાર એવા કૃષ્ણકાંત ઝા એ ETV BHARAT સાથે વાત કરતા આ સવાલોના જવાબો આપ્યા હતા. આ ઉપરાંત, વિશેષરૂપે હાર માટે ક્યા ફેક્ટર જવાબદાર હતા તેના વિશે વાત કરી હતી.
આ પણ વાંચો:ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટણી લડેલા 'આપ'એ જીતી 1 બેઠક, મેળવ્યા 17 ટકા મત
પ્રચારને લગતા કોમ્યુનિકેશનમાં પણ કમી જોવા મળી
કૃષ્ણકાંત ઝાએ વધુમાં કહ્યું હતું કે, "આપ પાર્ટીનું એગ્રેસિવ કેમ્પેઇન હતું એ સાચી વાત છે, પરંતુ તેમનો સંદેશનો એટલો બધો સ્વીકાર થયો નથી જેની લોકોને અપેક્ષા હતી. આપ પાર્ટી માટે ગાંધીનગરનું સંગઠન મજબૂત હતું જ નહીં, મહાનગરોમાં ફ્રન્ટીયર ઓર્ગેનાઈઝેશન, વોર્ડ પ્રમાણે ઓર્ગેનાઈઝેશન, સેક્ટર પ્રમાણે ઓર્ગેનાઈઝેશન નહોતું. આ ઉપરાંત, પ્રચારને લગતા કોમ્યુનિકેશનમાં પણ કમી આવી ગઈ હતી." જો કે જેટલા પણ આપ પાર્ટીમાંથી પ્રચાર માટે કાર્યકર્તાઓ આવતા હતા, તેઓ સ્થાનિક નહોતા જેથી લોકો પર પક્કડ પણ જમાવી શક્યા નહીં, એક આ પણ કારણ છે.