અમદાવાદ:સમગ્ર દેશમાં જગન્નાથ પુરીની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે અને ત્યાર બાદ ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાનારી યાત્રા સમગ્ર દેશની બીજી સૌથી મોટી રથયાત્રા આવે છે ત્યારે ભૂતકાળમાં રથયાત્રાને લઈને અનેક તાંત્રિકો શાળા અને અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે 1 જુલાઈના રોજ યોજાનારી અમદાવાદમાં 145 ની જગન્નાથજીની રથયાત્રામાં કોઈપણ પ્રકારનો કાકડી ચારો ન થાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યના ગૃહવિભાગ અને અમદાવાદ પોલીસે કમર કસી છે. 145મી રથયાત્રામાં અમદાવાદ પોલીસ, હેલિકોપ્ટર, ડ્રોન સર્વેલન્સ(Drone surveillance security), સોશિયલ મીડિયા અને બોડી વોર્ન કેમેરાથી(Body Warn camera) સુરક્ષા કરશે. જ્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન(Minister of State for Home Affairs) હર્ષ સંઘવીએ પણ જગન્નાથ મંદિરથી દરીયાપુર સુધીના રૂટ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો:રથયાત્રાની તડામાર તૈયારીઃ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજઈ
145મી રથયાત્રામાં કેવો હશે બંદોબસ્ત -અમદાવાદની 145મી રથયાત્રા બાબતે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર(Ahmedabad City Police Commissioner) સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સુરક્ષા વ્યવસ્થાના આયોજન અને કાયદા વ્યવસ્થા અંગે પોલીસ બંદોબસ્તની એક ખાસ સુરક્ષા તૈયાર કરવામાં આવી છે. જેમાં 25 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવશે. આ વર્ષે ગુજરાતની અમદાવાદની રથયાત્રામાં પ્રથમ વખત સંપૂર્ણ રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
રથ પર લગાવવામાં આવશે કેમેરા -રથની સુરક્ષાની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં રથ પર અનેક એવી દુર્ઘટનાઓ બની છે. સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ દ્વારા આ વખતે ત્રણેય રથ પર એક ખાસ CCTV કેમેરા પર રાખવામાં આવશે જે 360 degree ફરી શકે તેવા હશે. જેથી જો કોઈ પણ વ્યક્તિ રથ ઉપર કંઈપણ કરવાની તૈયારી કરે અથવા તો કોશિશ કરે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવશે. ત્રણેય રથને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ડન કરીને રથયાત્રા આગળ વધારવામાં આવશે.
70 સ્પોર્ટ્સ પર પોલીસની આકાશી નજર -અમદાવાદની 145મી જગન્નાથજીની રથયાત્રામાં 70 જેટલા પોલીસ જવાનોને માઉન્ટેડ પોલીસ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આ તમામ જવાનો જે રૂટ પરથી પદયાત્રા પસાર થવાની છે. તે દૂધના ફાયદા બિલ્ડિંગ પર તેઓ દૂરબીનની મદદથી આસપાસના વિસ્તાર અને રથયાત્રાના રૂટ ઉપર બાજ નજર રાખશે. જ્યારે અમુક ગણતરીની મિનિટો પહેલા રથયાત્રાના રોડ ઉપર ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશે. જ્યારે રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર CCTV કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. આ તમામ કેમેરાનું લાઈવ ફૂટેજ રથયાત્રાના રૂટ ઉપર રાખવામાં આવેલી ચાર મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વિહિકલ કાર પરથી કરવામાં આવશે જેથી જો કોઈ પણ અઘટિત ઘટના સર્જવાની હોય તે પહેલા જ ઘટનાને તાત્કાલિક ધોરણે રોકી શકાય.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત - પોલીસે પહેર્યા હશે બોડી વોર્ડ અને ફેસ ડિટેકટિવ કેમેરા, 2000 થી વધુ પોલીસ જવાનો મંદિરની સુરક્ષામાં હશે તૈનાત, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની 3 લેયરમાં રહેશે ભગવાનના રથ,