ગુજરાત

gujarat

ETV Bharat / city

વિક્રમ સારાભાઈની 101મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી શ્રદ્ધાંજલિ - વિક્રમ સારાભાઈ

ઇસરોના સ્થાપક વિક્રમ સારાભાઈની આજે 101મી જન્મ જયંતિ છે. ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિક્રમ સારાભાઈને 101મી જન્મ જયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ નિમિત્તે ગાંધીનગર ખાતે પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ભાગ લીધો હતો.

વિક્રમ સારાભાઈની 101મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી શ્રદ્ધાંજલિ
વિક્રમ સારાભાઈની 101મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી શ્રદ્ધાંજલિ

By

Published : Aug 12, 2020, 2:56 PM IST

ગાંધીનગર : વિક્રમ સારાભાઈની 101મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, દેશના સપૂત ગુજરાતના ડૉ. વિક્રમ સારાભાઈન જન્મ દિવસ છે, જેથી આજે દેશના ભાવિ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવું છે. 52 વર્ષના નાના ગાળામાં વિક્રમ સારાભાઈએ દેશને ઈસરોની ભેટ આપી હતી. જ્યારે વિક્રમ સારાભાઈને પદ્મ વિભૂષણનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિક્રમ સારાભાઈના જીવનમાંથી જ ડૉ. અબ્દુલ કલામે તેમના જીવનથી પ્રેરણા લીધી જેથી આજના દિવસની ઉજવણી માટે નાના બાળકોને તક મળે માટે વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા રાખીને આજના દિવસની ઉજવણી યથાર્થ થઈ છે. જ્યારે નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા બાળકીઓને ચેક અર્પણ કરવામાં આવ્યાં હતાં.

વિક્રમ સારાભાઈની 101મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી શ્રદ્ધાંજલિ
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે બાળકીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતું. સમગ્ર રાજ્યમાં અવકાશ મિશનના પિતા વિક્રમ સારાભાઈની 101મી જન્મશતાબ્દી નિમિતે રાજ્યભરની શાળાઓમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શિક્ષણપ્રધાન ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે કૃષ્ણજન્મદિવસ અને દેશના મહાન સપૂત વિક્રમ સારાભાઈની 101મી જન્મજયંતિ એ એક સંયોગ છે, ઉપરાંત જે બાળકોને સંશોધન પ્રયોગમાં રસ છે તેમના માટે મહત્વનો દિવસ છે. વિક્રમ સારાભાઈનું ઈસરો, આઈઆઈએમ સહિત અનેક સંસ્થાઓની સ્થાપનામાં મહત્વનું યોગદાન રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details