ગુજરાત

gujarat

ETV Bharat / city

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2021 કોરોનાને કારણે રદ, જો વેકસીન મળશે તો ડિસેમ્બર 2021માં યોજાશે સમિટ - વાઇબ્રન્ટ સમિટ 2021 કરાયું મોકૂફ

ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને વર્તમાન વાડપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી અને રાજ્યની પરિસ્થિતિમાં કોરોનાનો માહોલ જોતાં જાન્યુઆરી માસમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ 2021 રાજ્ય સરકાર દ્વારા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જો વેક્સીન પ્રાપ્ત થશે તો ડિસેમ્બર 2021માં વાઈબ્રેન્ટ સમિટ યોજવામાં આવશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ

By

Published : Nov 23, 2020, 6:28 PM IST

  • વાઇબ્રન્ટ સમિટ 2021નું આયોજન રદ
  • વૈશ્વિક મહામારીને કારણે સમિટ મોકૂફ
  • હજારોની સંખ્યામાં લોકો સમિટમાં ભાગ લેવા આવે છે ગુજરાત

ગાંધીનગર: ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને વર્તમાન વાડપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી અને રાજ્યની પરિસ્થિતિમાં કોરોનાનો માહોલ જોતાં જાન્યુઆરી માસમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ 2021 રાજ્ય સરકાર દ્વારા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જો વેક્સીન પ્રાપ્ત થશે તો ડિસેમ્બર 2021માં વાઈબ્રેન્ટ સમિટ યોજવામાં આવશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2021 કોરોનાને કારણે રદ, વેક્સીન મળે તો ડિસેમ્બર 2021માં યોજાશે

અનેક દેશોમાંથી ઉદ્યોગકારો આવે છે ગુજરાત

તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. ગુજરાત વૈશ્વિક ધોરણે ઉદ્યોગોનું હબ બને અને નવા બિઝનેસ સ્થપાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાઈ હતી જે દર બે વર્ષે યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને કારણે અને અનેક દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ ન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં દુનિયાભરના અનેક દેશોના ઉદ્યોગકારો ગુજરાતમાં આવે છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2021 કોરોનાને કારણે રદ, જો વેકસીન મળશે તો ડિસેમ્બર 2021માં યોજાશે સમિટ
વર્ષ 2019માં અદાણી ગ્રુપ દ્વારા આવનારા 5 વર્ષમાં 55,000 કરોડનું કર્યું હતું MOUવર્ષ 2019માં યોજાયેલી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં અદાણી ગ્રૂપ દ્વારા ગુજરાતમાં આવનારા પાંચ વર્ષમાં કુલ 55,000 કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા. જ્યારે રિલાયન્સ દ્વારા આવનારા 10 વર્ષમાં ત્રણ લાખ કરોડના વિવિધ પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી. જ્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર સ્થાપવામાં આવતા પ્રોજેક્ટમાં આવનારા 10 વર્ષમાં એનર્જી, પેટ્રોકેમિકલ્સ અને ડિજિટલ બિઝનેસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details