- રાજ્ય સરકારનો ઉદ્યોગો માટે મહત્વનો નિર્ણય
- વાઈબ્રન્ટ મહોત્સવ અંતર્ગત ઉદ્યોગો માટે કરાયો નિર્ણય
- ઉદ્યોગોને આપવામાં આવતી જમીન હવે 120 દિવસમાં મળશે
ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે વર્ષ એક 2021 માં યોજાનાર ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવને (Gujarat Vibrant Festival)મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો(Corona transition) આંક ઓછો છે ત્યારે રાજ્ય સરકારે જાન્યુઆરી વર્ષ 2022 માં યોજાનારા વાઇબ્રન્ટ સમિટને(Vibrant Summit) લઈને તૈયારીઓ શરૂ કરી છે. જેમાં રાજ્ય સરકારે ઉદ્યોગોને લિસ્ટ કે ભાડેપટ્ટે જમીન (Land) આપવાના નિર્ણયમાં ઝડપ કરવા માટે એક મહત્વનો આદેશ પણ જાહેર કર્યો છે.
ગુજરાતમાં ઉદ્યોગો લાવવા માટે મહત્વનો નિર્ણય
કોઈપણ રાજ્ય સરકાર અંતર્ગત ઉદ્યોગો માટે જમીન લેવા માટે છ મહિના જેટલો સમયગાળો વીતી જતો હોય છે પરંતુ હવે ગુજરાત રાજ્યમાં ઉદ્યોગકારોને (Entrepreneurs in the state)ઉદ્યોગ માટે જમીન લેવા માટેનો સમયગાળો ખૂબ જ ઓછો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ સમિટમાં નવા ઉદ્યોગકારો ગુજરાતમાં આવે અને સરળતાથી ઉદ્યોગની સ્થાપના કરે તેને ધ્યાનમાં લઇને રાજ્યના મહેસૂલ વિભાગે ઉદ્યોગોને લિસ્ટ કે ભાડાપટ્ટે જમીન આપવાના નિર્ણયને માં ઝડપ કરવાનો આદેશ જાહેર કર્યો છે. જેમાં જમીન માંગનારા ઉદ્યોગ જૂથોને હવે માત્ર 120 દિવસની અંદર જ જમીન પ્રાપ્ત થશે હજુ જમીન નહીં મળે તો જે તે જિલ્લા કલેક્ટરે આ બાબતે વધુ તપાસ કરીને ચુકાદો આપવાનો રહેશે.
120 દિવસમાં થશે નિર્ણય
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે કોઈપણ ઉદ્યોગકારો અથવા તો ઉદ્યોગકારોના જૂથો દ્વારા રાજ્ય સરકાર અથવા તો જે તે જિલ્લા કલેકટર ખાતે કરેલ અરજીના 120 દિવસની અંદર જિલ્લા કલેક્ટરે આ અરજીનો નિકાલ કરવાનો રહેશે અને જમીનની ફાળવણી કરવાની રહેશે. આમ 120 દિવસની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને જમીનની ફાળવણી કરવાની રહેશે અને જો જમીનની ફાળવણી થઈ ન શકતી હોય તો કયા કારણોથી જમીનની ફાળવણી નથી થઈ તે પણ જે તે કલેક્ટર એક ખુલાસો કરવો પડશે જ્યારે જમીન ફાળવણી થયાના 3 વર્ષની અંદર ઉદ્યોગકારોએ ઉત્પાદન પણ શરૂ કરવાની શરત પણ રાખવામાં આવી છે.