ગુજરાત

gujarat

ETV Bharat / city

1 એપ્રિલથી 45થી 59 વર્ષના લોકોને રસી આપવાનું શરૂ કરાશે: જયંતિ રવિ

આગામી 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આ પહેલા સિનિયર સિટીઝન, ફ્રન્ટલાઈન વોરિયર્સ તેમજ કો-મોર્બિડીટી ધરાવતા દર્દીઓને રસી આપવામાં આવતી હતી. તે લોકોનું રસીકરણ પૂર્ણ થતા હવે 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોને રસી આપવાનું શરૂ કરાશે.

1 એપ્રિલથી 45થી 59 વર્ષના લોકોને રસી આપવાનું શરૂ કરાશે
1 એપ્રિલથી 45થી 59 વર્ષના લોકોને રસી આપવાનું શરૂ કરાશે

By

Published : Mar 24, 2021, 5:49 PM IST

  • નવી માર્ગદર્શિકા મુજબ રસી આપવાનો નિર્ણય
  • હવેથી રસી મેળવનારાઓની સંખ્યામાં વધારો થશે
  • અગાઉ ઓછી વયના બીમાર દર્દીઓને જ રસી અપાતી હતી


ગાંધીનગર: કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ભારત સરકારે રસીકરણની ઝડપ પણ વધારી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું છે કે, નવી માર્ગદર્શિકા મુજબ આગામી 1 એપ્રિલ 2021થી રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને રસી આપવાનું શરૂ કરાશે.

આ પણ વાંચો:રાજ્ય સરકારનું એક દિવસમાં 16 લાખ લોકોને કોરોના વૅક્સીન આપવાનું આયોજન

કોઈ બીમારી ન હોય તેવા લોકોને રસી મળશે

45 વર્ષથી વધુ ઉંમરના અને કોઈ બીમારી હોય કે ન હોય, તેવા તમામ વ્યક્તિઓને રસી આપવાની વાત ડૉ. રવિએ કહી હતી. જેથી મોટી સંખ્યામાં લોકો રસી લેશે. આ વખતે રસી મેળવનારા લોકોની સંખ્યા ખૂબ જ વધુ હોવાથી રસીકરણની પ્રક્રિયા ઝડપી બનશે. રસીકરણ માટે 1 એપ્રિલથી પોર્ટલમાં જરૂરી ફેરફાર કરાશે. હાલ 45 વર્ષથી વધુ ઉંમરના તેમજ બીમાર લોકોને જ રસી અપાય છે. જેથી એપ્રિલથી કો-મોર્બિડીટી સર્ટિફિકેટ અપલોડ કરવાની તેમજ ડોક્ટરને બતાવવાની જરૂર પણ નહીં પડે. પહેલી એપ્રિલ સુધી પોર્ટલમાં પણ ઓનલાઈન માટે જરૂરી ફેરફાર કરી દેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details