ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં સાધુનું રૂપ ધારણ કરી સોનાના દાગીનાની લૂંટ કરતા બે શખ્સોની ધરપકડ - Gandhinagar News

નાગા સાધુનું રૂપ ધારણ કરી રસ્તામાં આવતી જતી એકલદોકલ વ્યક્તિને આશ્રમ સરનામું પૂછવાના બહાના હેઠળ વિશ્વાસમાં લઇ પહેરેલા સોનાના દાગીનાની ચોરી કરતા બે શખ્સોની LCB-1 ટીમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat News
Gujarat News

By

Published : Jun 16, 2021, 10:10 PM IST

  • પિયજ કેનાલ રોડ પર ધરપકડ કરાઈ
  • 3,22,400ના ભાવના સોના દાગીના ઝડપાયા
  • આશ્રમના બહાને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લઇ લૂંટ ચલાવતા હતા

ગાંધીનગર : જિલ્લા LCB-1 ટીમને આ શખ્સો વિરુદ્ધ બાતમી મળી હતી. PSI એ.જી.એનુરકાર તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેમને જાણ થઈ હતી કે, બે શખ્સો પિયજ કેનાલ રોડ પર ચાલતા જઈ રહ્યા છે. જેમાં એકે ભગવા કપડા પહેર્યા હતા. તેઓ લોકોને વાતોમાં ભેળવી વિશ્વાસમાં લઈ નજર ચૂકવી પૈસા અને દાગીના પડાવી લેતા હતા. જેથી આ માહિતી આધારે LCB ટીમે બાતમી આધારીત આ જગ્યાએ પહોંચી પરદેશીનાથ પઢીયાર, જવારીનાથ પઢીયાર આ બન્ને શખ્સોની હાજરી શંકાસ્પદ લાગતા બન્નેની વારાફરથી અંગ ઝડતી કરતા તેમની પાસેથી સોનાના દાગીના અને રૂપિયા કબ્જે કર્યા હતા.

આ પણ વાંચો :આપના કાર્યક્રમમાં પર્સ ચોરીમાં પોલીસે વડોદરાના વૃદ્ધની કરી ધરપકડ

આ બન્ને શખ્સો પાસેથી 4,72,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે તેમની પાસેથી સોનાની ચેન, બે લકી સહિતના 3,22,400ના ભાવના સોના દાગીના તેમજ 1,50,000 રોકડ રકમ એમ કુલ 4,72,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સોનાના દાગીના અને રોકડ રકમ બાબતે પૂછપરછ કરતા તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી વધુ તપાસ કરતા બન્ને સગા ભાઈ હતા અને પોતાનો સાગરિત સાથે ફોરવીલ લઈ અલગ-અલગ વિસ્તારમાં નીકળી નાગા સાધુનું રૂપ ધારણ કરી એકલ વ્યક્તિને રોકી રસ્તામાં આશ્રમના બહાને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લઇ નજર ચૂકવી દાગીના પડાવી લેતા હતા, તેવી તેમને હકીકત જણાવી હતી.

આ પણ વાંચો : સુરતના વરાછા વિસ્તારમાંથી 50 હજારના હીરાની થઇ ચોરી

મહેમદાવાદ, વડાલી જેવા વિસ્તારમાં ફરી તેઓ આ પ્રકારે લૂંટ કરતા હતા

આ બન્ને શખ્સો તેમના પરિચિત વ્યક્તિ કાળુનાથ મદારી રહે ગોકુળપુરાની સાથે ગાડીમાં ફરતાં હતા. તેઓ મહેમદાવાદ મહુધા રોડ પર એકવાર ગયા હતા. તે વખતે આ બન્ને શખ્સોએ જવારીનાથ પઢિયારે નાગાસાધુનું રૂપ ધારણ કરી મહેમદાવાદ ખાત્રજ ચોકડી નજીક એક વ્યક્તિને વિશ્વાસમાં લઇ આશ્રમનું સરનામું પૂછવાના બહાને સોનાની લકી અને સોનાનો દોરો કઢાવી લીધો હતો. એ પછી પાંચ મહિના અગાઉ કાળુ નાથ મદારીની ગાડીમાં સાબરકાંઠાના વડાલી ગામે ફરી આ રીતે રૂપ ધારણ કરી ખેડબ્રહ્મા જતા રોડ પર એક શખ્સોને રોકી સોનાનો દોરો કઢાવી લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details