ગાંધીનગરઆજે ગાંધીનગર ખાતે સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત ભારતના ટોચનાં ડિફેન્સ એક્ઝિબિશન ડિફેન્સ એક્સ્પોમાં ( DefExpo 2022 in Gandhinagar )ત્રણ એડવાન્સ્ડ ટેકનોલોજી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પ્રદર્શિત થયેલાં જોવા મળ્યાં હતાં.કારગિલ યુદ્ધના હીરો અને બીજા ક્રમના શૌર્ય ચક્ર મહાવીર ચક્ર વિજેતા કર્નલ સોનમ વાંગચુક ( Col Sonam Wangchuk Kargil War Hero ) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરેલાવિક્સાવેલા અને ઉત્પાદિત કરેલા નવા લાઇટ જનરલ સર્વિસ વ્હિકલ JEET 4 બાય 4નું અનાવરણ કર્યું હતું.અશોક લેલેન્ડના વાઇસ પ્રેસિડન્ટ રાજેશ આરે ( Rajesh Aray Vice President of Ashok Leyland ) ભારતીય લશ્કર અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં અન્ય પ્રોડક્ટ્સનું અનાવરણ અને લોંચિંગ ( DefExpo 2022 ) કરવામાં આવ્યું હતું.
Def Expo 2022માં પ્રદર્શિત કરવામાં આવેલી પ્રોડક્ટ્સ આ પ્રમાણે છે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો ( DefExpo 2022 in Gandhinagar )માં રજૂ થયેલ પ્રોડક્ટનું નામ જીત છે તે વેહિકલ સેનાની કામગીરીમાં ઉપયોગી નીવડે તે રીતે ટેકરીઓ, ઊંચાઇવાળા વિસ્તારો, મેદાન વિસ્તારો, સપાટ વિસ્તારો અને રણ પ્રદેશમાં ઉપયોગ કરી શકાય તેવું છે. તે સિવાય બીજી પ્રોડક્ટ છે LBPV 4 બાય 4, જે એક લાઇટ બુલેટ પ્રુફ વેહિકલ છે અને ત્રીજી પ્રોડક્ટ છે તેટેન્ક T72 GB છે જે એસેમબ્લી એગ્રીગેટ્સ ગિયર બોક્સિસ છે.
આત્મનિર્ભર ભારત પહેલની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન ભારતીય સેના માટેની લોજિસ્ટિક જરૂરિયાતો માટે ભાગીદારી માટે પ્રોડક્ટ માટે ‘આપકી જીત, હમારી જીત’ની નું સ્લોગન અનુસરીને દેશની સશસ્ત્ર સેનાઓ માટે નેક્સ્ટ જનરેશન મોબિલિટી સોલ્યુશન અને ટેકનોલોજી પૂરી પાડવામાં કંપની અગ્રેસર રહી છે. તેમ જણાવતાં અશોક લેલેન્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, “અમે ભારતીય સશસ્ત્ર દળોને મોબાલિટી માટેનાં એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ પૂરાં પાડવા વિશ્વાસુ ભાગીદાર તરીકે કામ કરતા રહ્યા છીએ. આજે પ્રદર્શિત કરવામાં આવેલી પ્રોડક્ટ્સ અમારી ટીમની ક્ષમતા અને ઓપરેટિંગ કન્ડિશન્સની સમજણ દર્શાવે છે. અમે આત્મનિર્ભર ભારત પહેલની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા સતત પ્રયાસશીલ છીએ.”હિન્દુજા ગ્રૂપની ભારત સ્થિત અશોક લેલેન્ડ ફ્લેગશિપ કંપની અને ભારતીય લશ્કરને લોજિસ્ટિક્સ વાહનોની સૌથી મોટી સપ્લાયર પણ છે.