- વેક્સિનના ડોઝનો છે અભાવ
- નવા 1 કરોડ ડોઝનો ઓર્ડર રાજ્ય સરકારે આપ્યો
- લોકોએ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ સ્પષ્ટ પણે કહ્યું કે ગુજરાતમાં રસીકરણનો આ કાર્યક્રમ પ્લાનિંગ ઈન ડિટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ એમ સુઆયોજિત ઢબે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશનમાં આગળ વધારવામાં આવશે. તેમણે રાજ્યના 18થી વધુની વયના સૌ યુવા સાથીઓને અપીલ કરી કે તેઓ ઝડપથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને પોતાનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને. એનો અર્થ 10 કે 15 દિવસ બાદ વેક્સિનનેશન શરૂ થાય તેવી શક્યતા છે.
દોઢ કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપ્યો તેમાં હવે વધુ 1 કરોડ ડોઝનો વધારો
મુખ્યપ્રધાને કહ્યું કે 28 એપ્રિલથી આ રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા શરુ થઇ છે. તેમાં પણ રાજ્યના 18થી વધુ વયના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન શરુ કરાવ્યું છે. રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડનો વધારો કર્યો છે. આ હેતુસર પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિષિલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદની ભારત બાયોટેકની કોવેક્સિનના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે.
વધુ વાંચો:900 બેડની ધનવન્તરી હોસ્પિટલમાં ટોકનથી મળતી સારવારને લઇ હાઇકોર્ટમાં અરજી