ગાંધીનગર : લોકડાઉન દરમિયાન ગુજરાત રાજ્યમાં લાખોની સંખ્યામાં અન્ય રાજ્યના શ્રમિકો અટવાયા હતા. જેને પોતાના વતન જવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ શ્રમિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 21 મે સુધીમાં 10.15 લાખ શ્રમિકો અને આજે વધુ 55 ટ્રેનથી 85,000 શ્રમિકો પોતાના વતન જશે.
લોકડાઉનમાં હજુ વધુ છૂટ આપવામાં આવશે, અત્યાર સુધીમાં ગુજરાતથી 749 શ્રમિક ટ્રેન ઉપડી: અશ્વિનીકુમાર
લોકડાઉન દરમિયાન ગુજરાત રાજ્યમાં લાખોની સંખ્યામાં અન્ય રાજ્યના શ્રમિકો અટવાયા હતા. જેને પોતાના વતન જવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ શ્રમિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 21 મે સુધીમાં 10.15 લાખ શ્રમિકો અને આજે વધુ 55 ટ્રેનથી 85,000 શ્રમિકો પોતાના વતન જશે.
શ્રમિક સ્પેશિયલ ટ્રેન બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં 21મી સુધી 699 જેટલી ટ્રેનોમાં કુલ 10.15 લાખ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે સમગ્ર દેશમાંથી ફક્ત ગુજરાતમાં વધુ ટ્રેન દોડાવવામાં આવી છે. જ્યારે આજે વધુ 55 જેટલી સ્પેશિયલ શ્રમિક ટ્રેન દોડાવામાં આવશે. આમ, આજ સુધીમાં રાજ્યમાં કુલ 754 ટ્રેન દોડશે. જેથી કુલ 11 લાખ જેટલા શ્રમિકોને ગુજરાતથી પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે.
આજે કયા રાજ્ય માટે કેટલી ટ્રેન
બિહાર 29
ઉત્તરપ્રદેશ 21
ઝારખંડ 3
છત્તીસગઢ 2
અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈપણ વ્યક્તિ હોય તે માટે રાજ્ય સરકાર દ્વારા મફતમાં આજે પણ સહાય ચાલુ કરવામાં આવી છે. જેમાં NFSA અંતર્ગત આજે 6 દિવસ પૂર્ણ થાય છે. જેમાં 45 લાખ પરિવારોને મફતમાં અનાજ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં હજુ APLને મફતનું અનાજ વિતરણ શરૂ હોવાથી NFSA અંતર્ગત અનાજ આપવામાં આવ્યું નથી. જે ટૂંક સમયમાં અમદાવાદ માટે તારીખ જાહેર કરવામાં આવશે જ્યારે અમદાવાદના 4 લાખ જેટલા APL પરિવારને ફૂડ સહાય આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન-4માં ગુજરાત સરકાર દ્વારા અનેક છૂટછાટ અને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે પહેલા દિવસે લોકોની ભીડ જોવા મળી હતી અને સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડયા હતા. ત્યારે હવે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ હવે બધું રાબેતા મુજબ થવા જઈ રહ્યું છે. લોકો પોતપોતાની જવાબદારી સમજી રહ્યાં છે. અને આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હું પણ કોરોના વોરિયર અભિયાન શરૂ કર્યું છે ત્યારે તમામ લોકો સાથ મળશે.