ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યની પ્રાથમિક શાળામાં 3300 શિક્ષકોની ભરતી થશે, સરકારે આયોજન શરૂ કર્યું

રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં વિષય પ્રમાણે શિક્ષકોની ભરતી ( Recruitment of primary school teachers )નું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 3,300 જેટલા શિક્ષકોની ભરતીનો કાર્યક્રમ આગામી સમયમાં સત્તાવાર રીતે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Jul 1, 2021, 6:04 PM IST

Updated : Jul 2, 2021, 9:31 AM IST

  • 2 મહિનાની અંદર 3,300 જેટલા શિક્ષકની ભરતી કરવાનું રાજ્ય સરકારનું આયોજન
  • રાજ્ય સરકાર વિષય પ્રમાણે ઘટતા શિક્ષકોની આંકડાકીય વિગતો બનવવાનું શરૂ કર્યું
  • ધોરણ 1થી 5માં વિષય પ્રમાણે શિક્ષકોની કરાશે ભરતી

ગાંધીનગર : રાજ્યની સરકારી શાળાઓમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની અછત જોવા મળી રહી છે. હવે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં વિષય પ્રમાણે શિક્ષકોની ભરતી ( Recruitment of primary school teachers ) કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવનારા બે મહિનામાં ભરતી પ્રક્રિયાનું આયોજન પૂર્ણ કરવામાં આવશે. કુલ 3300 જેટલા શિક્ષકોની ભરતીનો કાર્યક્રમ પણ સત્તાવાર રીતે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

3300 શિક્ષકોની જાહેરાત થશે

રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી આવનારા દિવસોમાં 3,300 જેટલા શિક્ષકોની ભરતી ( Recruitment of primary school teachers ) બાબતે જાહેરાત કરવામાં આવશે. જેમાં ધોરણ 1થી 5માં 1,300 શિક્ષકો અને ધોરણ 6થી 8માં 2,000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આગામી બે મહિનામાં એટલે કે, ઓગસ્ટ માસ સુધીમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

વિષય પ્રમાણે શિક્ષકોની ભરતી થશે

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની વધારે ઘટ છે, ત્યારે આવનારા બે મહિનામાં જે 3,300 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જે તે વિષય પ્રમાણે ઘટતાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આમ રાજ્યમાં આવનારા દિવસોમાં એક પણ વિષયમાં શિક્ષકોની ઘટ ન થાય તે પ્રમાણના આયોજન રૂપે શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

5 જુલાઈના રોજ મળશે બેઠક

રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોના બદલી મુદ્દે 5 જુલાઇના રોજ પ્રાથમિક શિક્ષણ વિભાગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કયા વિષયમાં કેટલા શિક્ષકોની ઘટ છે અને તેની સામે કેટલા શિક્ષકોની ભરતી કરવી તે બાબતની યાદી તૈયાર કરવામાં આવશે. જુલાઈ માસના અંતિમ તબક્કા અથવા તો ઓગસ્ટ માસના પ્રથમ અઠવાડિયામાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, તેમ સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો -

Last Updated : Jul 2, 2021, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details