ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022) ત્રણ મહિનાની વાર છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રાજ્ય ચૂંટણી(Gujarat Assembly Elections) પંચ દ્વારા સત્તાવાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે અને રાજ્યમાં આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મંદિરો, મસ્જિદો, આ તમામ ધર્મને લાગુ પડે તેઓ એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. જેમાં મંદિર અથવા તો ધાર્મિક સ્થળની અંદર જે વ્યક્તિ પૂજા, દુઆ અને બંદગી કરતા હોય અને તે વ્યક્તિનું નિવાસ્થાન આ ધાર્મિક સ્થળની અંદર હોય તો આવા નિવાસસ્થાનોના ટેક્સ રાજ્ય સરકાર માફ(Tax exemption for residences within Religious Place) કરશે.
આ પણ વાંચો:Development work to change the history of Pavagadh : 137 કરોડના ખર્ચે શી સુવિધાઓ વિકસાવાઇ જૂઓ
રાજ્ય સરકારે 20 કરોડની જોગવાઇ કરી -રાજ્ય સરકાર નાણા વિભાગ(Gujarat Government Department of Finance) દ્વારા ધાર્મિક સ્થળોની સેવા પૂજા કરનાર વ્યક્તિના ધાર્મિક પરિસરમાં આવેલા રહેઠાણના મકાન અને મિલકત વેરામાથી(Building and property taxes) મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે નાણાં વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આ યોજના લાગુ થાય તેને ધ્યાનમાં લઈને 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને નાણાપ્રધાન(Gujarat Finance Minister) કનુ દેસાઇ દ્વારા આ યોજના અને જોગવાઈને સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવાય છે પરંતુ હવે રાજ્ય સરકાર આ યોજના ક્યારેય જાહેર કરશે તે જોવું રહ્યું.