- ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ શરૂ
- રાજ્ય ચૂંટણી આયોગે કરી શરૂ તૈયારીઓ
- ચૂંટણી આયોગે સીમાંકનની કરી જાહેરાત
ગાંધીનગર: એપ્રિલ મહિનામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેને ધ્યાનમાં લઇને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે નવા સીમાંકન પ્રમાણે વહેંચણી પણ કરી દીધી છે. જે બાબતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ખાસ નોટિફિકેશન સીમાંકન પણ જાહેર કરવામાં આવ્યું છે.
11 વોર્ડ અને 44 બેઠક
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વધારો થતાં વોર્ડ વિસ્તાર નક્કી કરી પ્રાથમિક સીમાંકન ચૂંટણી પંચે જાહેર કર્યું છે. નવા વોર્ડ સીમાંકન મુજબ પાર્ટીમાં 8 વર્ષની સંખ્યા વધીને હવે 11 થઈ છે, જ્યારે ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 30થી વધીને 44 થઈ છે. એકંદરે 3,24,486ની વસ્તી દ્વારા પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવશે. આ સાથે જ નિયમ મુજબ 50 ટકા બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવી છે.
44 બેઠકમાં 27 અનામત
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ વિસ્તાર નક્કી કરતા પ્રાથમિક સીમાંકન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 44માંથી 27 બેઠક અનામત અને 17 બેઠક સામાન્ય જાહેર કરવામાં આવી છે. 22 બેઠક મહિલાઓ માટે છે અને તે પૈકી 3 બેઠક અનુસૂચિત જાતિ, 1 બેઠક આદિજાતિ અને 2 બેઠક પછાત વર્ગની સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ માટે કુલ 5 છે. જેમાંથી 3 મહિલા અને 2 પુરુષ જ્યારે પછાત વર્ગ માટે 4માંથી 2 મહિલા અને 2 પુરુષ માટેની બેઠક અનામત રાખવામાં આવી છે.
- વોર્ડ 1: સેક્ટર 25, 24 અને રાંધેજા
- વોર્ડ 2: પેથાપુર, જીઇબી કોલોની, આદીવાડા, ચરેડી
- વોર્ડ 3: સેક્ટર 24, 27, 28
- વોર્ડ 4: પાલજ, ધોળાકુવા, ઇન્દ્રોડા, સેકટર 20નો અમુક ભાગ અને બોરીચા
- વોર્ડ 5: સેક્ટર 9, 10, 18, 19, 20, 21, 22, 23 અને 30
- વોર્ડ 6: સેક્ટર 14, 15, 16, 17, 11, 12, 13 વાવોલ કુબેર નગર અને આસપાસનો વિસ્તાર ગોકુલપુરા
- વોર્ડ 7: વાવ ગામ, ટીપી 26 વિસ્તાર અને કોલવડા
- વોર્ડ 8: વાસણા, હડમતિયા, ટીપી 9, સેક્ટર 4 અને 5, સરગાસણ ગામ, પોર અને અંબાપુર
- વોર્ડ: 9 કુડાસણ, સેક્ટર-3, નવું સેક્ટર 3, સેક્ટર 24, અને ટીપી 6ના ધોળાકુવા વિસ્તાર
- વોર્ડ:10 સેક્ટર 6, 7, 8 અને 1 રાંદેસણ રાયસણ કોબા કુડાસણ ગામનો કેટલોક ભાગ અને p5નો ધોળાકુવા તથા ઇન્દ્રોડાનો વિસ્તાર
- વોર્ડ: 11 ખોડજ, ભાટ, કોટેશ્વર, નભોઈ, અમીયાપુર, સુઘડ અને ઝુંડાલ