ગાંધીનગરકેન્દ્ર સરકારના નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC (National Industrial Corridor Development Corporation) દ્વારા ગાંધીનગરમાં ઈન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન (Investors Round Table Conference in Gandhinagar) કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કે, 920 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલું ધોલેરા SIR (Dholera SIR) ફ્યૂચરિસ્ટીક સિટી ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે.
સ્પેશ્યલ પર્પઝ વ્હીકલની રચનામુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ધોલેરા SIRના વિકાસ માટે ગુજરાત સરકાર અને NICDC દ્વારા ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (Dholera Industrial City Development Limited) નામની સ્પેશ્યલ પર્પઝ વ્હીકલની (Special Purpose Vehicle) રચના કરવામાં આવી છે. સદીઓથી વેપાર-વાણિજ્ય માટે જાણીતું ગુજરાત હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વાઈબ્રન્ટ સમિટ અને સર્વગ્રાહી વિકાસની સફળતાના કારણે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે.
ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ (Gujarat Policy Driven State) અને ઈન્વેસ્ટર ફ્રેન્ડલી સ્ટેટ તરીકે વડાપ્રધાનના નેતૃત્વમાં પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહીં ભારત સરકારના વિવિધ ઔદ્યોગિક માપદંડો ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઈન્ડેક્સ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ, સ્ટાર્ટઅપ રેન્કિંગ વગેરેમાં ગુજરાત ઘણા વર્ષોથી ટોચનું સ્થાન ધરાવે છે.
2009માં SIR એક્ટ પારિત થયો મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા. ત્યારે તેમણે આવા SIRની (Dholera SIR) કલ્પના સાથે વર્ષ 2009માં SIR એક્ટ પારિત કર્યો હતો. ગુજરાતમાં આવા 8 SIR આયોજિત છે. તેમાંથી ધોલેરા, માંડલ, બેચરાજી અને PCPIR દહેજ વિકાસના સૌથી અદ્યતન તબક્કે છે અને દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરના પ્રભાવ ક્ષેત્રમાં પણ સમાવિષ્ટ છે.
આ પણ વાંચોશા માટે રાજેન્દ્ર ત્રિવેદી અને પુર્ણેશ મોદી પાસેથી મલાઈદાર ખાતા પરત લેવાયા